નાણા મંત્રાલય

સાર્વજનિક ક્ષેત્રના તમામ સૂચીબદ્ધ સાહસો માટે જનતાની 25 ટકા ભાગીદારીના ધોરણને પૂરા કરવા માટે જરૂરી પગલા

સરકાર વિદેશી બજારોમાં કુલ ઉધારી કાર્યક્રમના એક ભાગને વધારશે

નેત્રહીન વ્યક્તિઓ સરળતાથી ઓળખી શકે તેવા એક, બે, પાંચ, દસ અને વીસ રૂપિયાના નવા સિક્કા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે

Posted On: 05 JUL 2019 1:39PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 05-07-2019

 

સાર્વજનિક ક્ષેત્રના સાહસો (પીએસયુ)માં નાગરિકોની વધુ સારી ભાગીદારી અને સૂચીબદ્ધ પીએસયુને વધુ વ્યવસાયિક અને બજારોન્મુખ વ્યવસ્થા માટે સરકાર દ્વારા તમામ શક્ય પગલા લેવાનો પ્રસ્તાવ છે, જેથી સૂચીબદ્ધ પીએસયુ માટે જનતાની 25 ટકા ભાગીદારીના ધોરણને પૂર્ણ કરી શકાય અને વિદેશી ભાગીદારીની સીમાને તમામ પીએસયુ કંપનીઓની પરવાનગી યોગ્ય સીમા સુધી લાવી શકાય, જે વૃદ્ધિ પામતા બજાર સૂચકાંકનો ભાગ છે. કેન્દ્રીય નાણા અને કૉર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં 2019-20નું કેન્દ્રીય બજેટ રજૂ કરતા વાત જણાવી હતી.

નાણા મંત્રીએ કહ્યું કે નેત્રહીન વ્યક્તિઓ માટે સરળતાથી ઓળખી શકાય તેવા એક, બે, પાંચ, દસ અને વીસ રૂપિયાના નવા સિક્કા વપરાશ માટે ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. પ્રધાનમંત્રીએ 7 માર્ચ, 2019ના રોજ સિક્કા જાહેર કર્યા હતા. નવા સિક્કા ટૂંક સમયમાં જનતા માટે ઉપલબ્ધ થશે. જીડીપીમાં ભારતનું સોવરેઈન ધિરાણ વિશ્વભરમાં સૌથી ઓછું છે કે જે 5 ટકા કરતા પણ ઓછુ છે. સરકાર વિદેશી બજારોમાં વિદેશી મુદ્રામાં પોતાના સમગ્ર ઉધાર કાર્યક્રમના એક હિસ્સાને વધારવાનું શરુ કરશે. તેનાથી ઘરેલું બજારમાં સરકારી પ્રતિભૂતિઓની માગ પર પણ લાભપ્રદ પ્રભાવ પડશે.

DK/NP/J.Khunt/GP        


(Release ID: 1577472)
Read this release in: English , Marathi , Bengali , Tamil