નીતિ આયોગ

આર્થિક સમીક્ષા રાજકોષીય સ્થિરતા જાળવવાના સરકારનાં દ્રઢ નિર્ધાર અને વૃદ્ધિ ટોચની પ્રાથમિકતા હોવાની બાબતને પ્રતિબિંબિત કરે છેઃ વાઇસ ચેરમેન, નીતિ આયોગ

Posted On: 04 JUL 2019 2:28PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 04-07-2019

 

નીતિ આયોગનાં વાઇસ ચેરમેન ડો. રાજીવ કુમારે આર્થિક સર્વે 2019ની પ્રશંસા કરી છે, જેમાં સરકારે રાજકોષીય સ્થિરતા જાળવવાનો નિર્ધાર વ્યક્ત કરવાની સાથે જીડીપીમાં વૃદ્ધિદરને વેગ આપવાની વાત કરી છે. તેમણે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે, વૃદ્ધિ દરને વેગ આપવા રોકાણને વેગ આપવો, ખાસ કરીને ખાનગી ક્ષેત્રમાંથી રોકાણને વેગ આપવો ઉચિત દિશામાં પગલું છે.

તેમણે જણાવ્યું હતું કે, “આર્થિક સર્વે 2019 સરકારનાં રાજકોષીય સ્થિરતા જાળવવાનાં નિર્ધારને પ્રતિબિંબિત કરે છે, ખાનગી રોકાણને વેગ આપવા જીડીપીમાં વૃદ્ધિ દરને વેગ આપવાનો ઇરાદો વ્યક્ત કરે છે. આ આર્થિક પ્રવાહો અને આગામી પડકારોનો વિસ્તૃત અને સ્પષ્ટ ચિતાર આપે છે. મુખ્ય આર્થિક સલાહકાર ક્રિષ્નામૂર્તિ સુબ્રમનિયમન અને નાણાં મંત્રાલયમાં તેમની ટીમને અભિનંદન.”

 

DK/NP/J.Khunt/GP        



(Release ID: 1577208) Visitor Counter : 203


Read this release in: English , Urdu , Hindi