નાણા મંત્રાલય

ઇન્સોલ્વન્સિ અને બેંક્રપ્ટસી કોડ (આઇબીસી), 2016 પસાર કરવાથી દેવાની વસુલાતની વ્યવસ્થા વધુ મજબૂત થઇ છે

1,73,000 કરોડથી વધુ રૂપિયાના દાવાનો નિકાલ આવ્યો

રાષ્ટ્રીય કંપની કાયદો ટ્રિબ્યુનલનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે

Posted On: 04 JUL 2019 12:24PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 04-07-2019

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં 2018-19ની આર્થિક સમીક્ષા રજૂ કરી હતીઇન્સોલ્વન્સિ અને બેંક્રપ્ટસી કોડ, 2016નો અમલ થતા દેવાની વસુલાતમાં હાલમાં મળી રહેલી સફળતાને ધ્યાનમાં રાખતા આર્થિક સમીક્ષામાં રાષ્ટ્રીય કંપની કાયદો ટ્રિબ્યુનલ (એનસીએલટી) તથા અપીલી ટ્રિબ્યુનલને મજબૂત બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

આર્થિક સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે ઇન્સોલ્વન્સિ અને બેંક્રપ્ટસી માટે આયોજનબદ્ધ રીતે વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી રહી છે અને ફસાયેલા દેવાની વસુલાત કરવામાં આવી રહી છે. 31 માર્ચ 2019 સુધી કોર્પોરેટ ઇન્સોલ્વન્સિ રેઝોલ્યુશન પ્રોસેસ (સીઆઇઆરપી)થી 94 કેસોનો ઉકેલ લાવવામાં આવ્યો છે અને તેના પરિણામરૂપે, 1,73,359 કરોડ રૂપિયાના દાવાનો નિકાલ લાવવામાં આવ્યો છે. 28 ફેબ્રુઆરી, 2019 સુધીમાં 2.84 લાખ કરોડ રૂપિયાની કુલ રકમના 6,079 કેસો ઇન્સોલ્વન્સિ અને બેંક્રપ્ટસી કોડ અંતર્ગત આવેલી જોગવાઇઓ હેઠળ સુનાવણી પહેલાં પાછા ખેંચવામાં આવ્યા છે. આરબીઆઈના અહેવાલ અનુસાર બેંકોને નોન-પરફોર્મિંગ ખાતાઓમાંથી 50,000 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે. આરબીઆઇના અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, વધારાના 50,000 કરોડ રૂપિયાની મિલકતોને નોન-સ્ટાન્ડર્ડમાંથી સુધારીને સ્ટાન્ડર્ડ સંપત્તિ કરવામાં આવી છે. લોનની વસુલાતમાં આવેલી ઝડપને ધ્યાનમાં રાખતા આર્થિક સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે, તમામ પગલાં આઇબીસી પ્રક્રિયામાં પ્રવેશ પહેલાં વ્યાપક લોન આપવાની સિસ્ટમ માટેના વ્યવહારમાં આવેલું પરિવર્તન દર્શાવે છે.

ઇન્સોલ્વન્સિ અને બેંક્રપ્ટસી કોડને નોન-પરફોર્મિંગ કોર્પોરેટ દેવાદારો પાસેથી અસરકારક રીતે કામ લેવા માટે તાજેતરના સમયમાં સૌથી મહત્વપૂર્ણ આર્થિક સુધારો ગણીને આર્થિક સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે એનસીએલટીના આધારભૂત માળખાને વધારવાની જરૂરિયાત છે જેથી લોનની વસુલાતનો ઉકેલ સમયબદ્ધ રીતે લાવી શકાય.

સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે સરકાર વિલંબની સમસ્યાના ઉકેલ માટેના ઉપાયો પર ગંભીરતાથી વિચાર કરી રહી છે અને સરકારે એનસીએલટી માટે ન્યાયિક તેમજ ટૅકનિકલ સભ્યોના 6 વધારાના પદો માટે પણ સૂચન આપ્યું છે. સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે એનસીએલટીની સર્કિટ બેંચોની સ્થાપના પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

વર્તમાન સમયમાં મુખ્ય શહેરોમાં આવેલ 20 બેંચોમાં એનસીએલટીના 32 ન્યાયિક સભ્યો અને 17 ટૅકનિકલ સભ્યો છે.

સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે આઇબીસી પાસેથી ધિરાણદારો, દેવાદારો, પ્રમોટરો અને ક્રેડિટરો વચ્ચે સાંસ્કૃતિક પરિવર્તનની શરૂઆત થઇ ગઇ છે. આઇબીસી પસાર થતા પહેલાં ધિરાણદારો લોક અદાલત, દેવા વસુલાત ટ્રિબ્યુનલ તેમજ SARFAESI એક્ટનો સહારો લેતા હતા. પહેલાંની વ્યવસ્થાથી 23 ટકા ઓછી સરેરાશ વસુલાત થઇ જ્યારે આઇબીસી વ્યવસ્થા અંતર્ગત લોનની વસુલાતમાં 43 ટકાનો વધારો થયો છે.

આર્થિક સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે આઇબીસી પસાર થયા પછી ભારતમાં ઇન્સોલ્વન્સિ રિઝોલ્વિંગ 2014નું રેન્કિંગ 134 થી સુધરીને 2019માં 108 થઇ ગયું છે. ભારતનું રેન્કિંગ 134મા ક્રમ પર ઘણા વર્ષ સુધી યથાવત્ રહ્યું હતું. ગત વર્ષે ભારતને સર્વાધિક સુધારા વાળા ક્ષેત્રાધિકાર માટે વૈશ્વિક પુનર્સંરચના સમીક્ષા પુરસ્કાર મળ્યો હતો. જાન્યુઆરી 2018માં આઇએમએફ- વર્લ્ડ બેંક દ્વારા કરાયેલા અભ્યાસમાં કહેવામાં આવ્યું હતું કે, ભારત નવી અત્યાધુનિક બેંક્રપ્ટસી વ્યવસ્થાની દિશામાં આગળ વધી રહ્યું છે.

નવા ઉદ્યોગસાહસિકો, પ્રોફેશનલ લોકો અને વિદ્વાનોના હાથમાં આઇબીસીનું ભાવિ જોતા આર્થિક સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે સરકાર એક યોગ્ય માળખું બનાવવાની પ્રક્રિયામાં છે. તેમાં કાર્યક્રમો અને સંસ્થાનોને સામેલ કરવામાં આવશે. ભારતના ઇન્સોલ્વન્સિ અને બેંક્રપ્ટસી બોર્ડ (આઇબીબીઆઇ) ગ્રેજ્યુએટ ઇન્સોલ્વન્સિ પ્રોગ્રામ (જીઆઇપી) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. પ્રકારનો પહેલો કાર્યક્રમ એવા લોકો માટે છે જેઓ ઇન્સોલ્વન્સિ કાર્યક્રમને પોતાની કારકિર્દીના રૂપમાં તેમજ વેલ્યૂ ચેઇનની ભૂમિકાના રૂપમાં જોઇ રહ્યા છે.

મોટાભાગના સુક્ષ્મ અર્થતંત્રોએ સરહદપારના ઇન્સોલ્વન્સિ કાયદાને વિકસાવ્યા છે. તેને ધ્યાનમાં રાખતા સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે ભારતે સરહદપાર ઇન્સોલ્વન્સિ પર UNCITRAL મોડેલ કાયદો અપનાવવા માટે પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. આઇબીબીઆઇએ પણ સમૂહ અને વ્યક્તિગત ઇન્સોલ્વન્સિ કેસો પર બે અલગ અલગ કાર્યસમૂહ બનાવ્યા છે.

 

DK/NP/J.Khunt/GP                                        


(Release ID: 1577196) Visitor Counter : 230


Read this release in: English , Marathi , Bengali , Tamil