નાણા મંત્રાલય

આર્થિક સમીક્ષામાં સર્વાંગી વિકાસ માટે ભારતમાં લઘુતમ વેતન પ્રણાલીનું નવું પ્રારૂપ તૈયાર કરવાની વાત કહેવામાં આવી.

લઘુતમ વેતન પ્રણાલીનું એક અસરકારક પ્રારૂપ તૈયાર કરવા માટે નીતિગત ભલામણો સૂચવવામાં આવી

લઘુતમ વેતનના બહેતર અને અસરકારક અમલીકરણથી વેતનમાં અસમાનતા ઓછી કરવામાં મદદ મળશે

લઘુતમ વેતનને નિયમિત રીતે સમાયોજિત કરવા માટે એક નવી પ્રક્રિયા વિકસાવાની જરૂર છે

શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ રાજ્ય સરકારો સુધી પહોંચી શકે તેવું રાષ્ટ્રીય સ્તરનું ડૅશ બોર્ડ સ્થાપિત કરી શકાય

કાયદાકીય રીતે નક્કી કરાયેલ લઘુતમ વેતનની ચૂકવણી ન થાય તો ફરિયાદ દાખલ કરવા માટે એક ટોલ ફ્રી નંબર સ્થાપિત કરવાની ભલામણ

Posted On: 04 JUL 2019 12:05PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 04-07-2019

 

લઘુતમ વેતનના બહેતર અને અસરકારક અમલીકરણથી વેતનની, ખાસ કરીને નીચલા સ્તરમાં આપવામાં આવતા વેતનમાં અસમાનતા ઓછી કરવાની દિશામાં મદદ મળી રહેશે. આજના પરિપ્રેક્ષ્યમાં બાબત ઘણી મહત્વપૂર્ણ છે, કારણ કે વેતન ચૂકવણી મામલે મહિલાઓ નીચલા સ્તરે છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં આર્થિક સમીક્ષા અહેવાલ 2018-19માં વાત જણાવી છે.

આર્થિક સમીક્ષા 2018-19માં કહેવામાં આવ્યું છે કે એક અસરકારક લઘુતમ વેતન નીતિ, જેમાં ઓછા વેતન વાળા નીચલા સ્તરના લોકોને લક્ષિત કરવામાં આવ્યા છે, તે સરેરાશ માંગ વધારવામાં મદદ કરી શકે છે અને મધ્યમ વર્ગને મજબૂતી મળી શકે છે, જેના પરિણામરૂપે નિરંતર અને સર્વાંગી વિકાસ થઇ શકશે.

 

આર્થિક સમીક્ષા 2018-19 અનુસાર લઘુતમ વેતન પ્રણાલીનું એક અસરકારક પ્રારૂપ તૈયાર કરવા માટે નીચે દર્શાવેલ નીતિગત ભલામણો કરવામાં આવી છે:

સરળ અને વ્યૂહાત્મક બનાવવુ: વેતન વિધેયક કોડ અંતર્ગત પ્રસ્તાવિત લઘુતમ વેતનને વ્યૂહાત્મક બનાવવા માટે સહયોગની જરૂર છે. કોડ લઘુતમ વેતન કાયદો 1948, વેતન ચુકવણી કાયદો 1936, બોનસ ચુકવણી કાયદો 1965 અને સમાન પારિશ્રમિક કાયદાને એક કરે છે. નવા વિધેયકમાં 'વેતન'ની પરિભાષામાં વિવિધ શ્રમ કાયદામાં વેતનની 12 વિવિધ પરિભાષાઓ સંબંધે વર્તમાન સ્થિતિ સામેલ કરવામાં આવે.

લઘુતમ વેતન માટે એક રાષ્ટ્રીય સ્તરના મંચની સ્થાપના: કેન્દ્ર સરકારે 'લઘુતમ વેતન માટે એક રાષ્ટ્રીય સ્તરનું મંચ' સૂચિત કરવું જોઇએ, જે પાંચ ભૌગોલિક વિસ્તારોમાં વિસ્તૃતરૂપે ફેલાયેલું હોય. તે પછી રાજ્ય વિવિધ સ્તરોએ પોતાનું લઘુતમ વેતન નક્કી કરી શકે છે, જે ' મંચના નિર્ધારિત વેતન'થી ઓછુ ના હોવું જોઇએ. તેનાથી દેશભરમાં લઘુતમ વેતનમાં થોડી સમાનતા લાવી શકાશે અને રોકાણ માટે શ્રમ ખર્ચની દૃષ્ટિએ તમામ રાજ્યોને સમાનરૂપે આકર્ષિત બનાવી શકાશે, તેમજ સાથે સાથે મુશ્કેલીની સ્થિતિમાં લોકો દ્વારા થતી હિજરત પણ રોકી શકાશે.

લઘુતમ વેતન નક્કી કરવા માટે માપદંડ: વેતન વિધેયક કોડમાં લઘુતમ વેતન નક્કી કરવા માટે બે પરિબળો એટલે કે (i) કૌશલ્ય યુક્ત શ્રેણી જેમાં બિન-કૌશલ, અર્ધ કૌશલ અતિ વધુ કૌશલ ધરાવતા લોકો હશે; અને (ii) ભૌગોલિક ક્ષેત્ર અથવા અન્યથા બંને પર વિચાર કરવો જોઇએ. મહત્વપૂર્ણ પરિવર્તનથી દેશમાં લઘુતમ વેતન લેનારા લોકોની સંખ્યામાં પૂરતા પ્રમાણમાં ઘટાડો આવશે.

કવરેજ: વેતન વિધેયક પર પ્રસ્તાવિત કોડમાં તમામ ક્ષેત્રોમાં એમ્પ્લોયમેન્ટ્સ/કામદારો માટે લઘુતમ વેતન લાગુ થવાની પાત્રતામાં વિસ્તરણ કરવામાં આવે અને તેમાં સંગઠિત તેમજ બિનસંગઠિત બંને ક્ષેત્રો સામેલ કરવા જોઇએ.

નિયમિત રીતે સુધારો અને ટૅકનોલોજીની ભૂમિકા: લઘુતમ વેતનનું નિયમિત રૂપે અને વધુ ઝડપથી સમાયોજન કરવા માટે એક પ્રક્રિયા વિકસાવવી જોઇએ. કેન્દ્રમાં એક રાષ્ટ્રીય સ્તરનું ડૅશબોર્ડ બનાવી શકાય, જેની પહોંચ રાજ્ય સરકારો સુધી હોય, જ્યારે રાજ્ય લઘુતમ વેતન સંબંધે અધિસૂચનાને નિયમિતરૂપે અપડેટ કરી શકે છે. પોર્ટલ કોમન સર્વિસ સેન્ટરો (સીએસસી), ગ્રામીણ હાટો વગેરેમાં અવશ્ય ઉપલબ્ધ હોય, જેમાં આવશ્યક જનસંચાર કવરેજ હોય જેથી શ્રમિકો પોતાના સોદાબાજીના કૌશલ્યથી સંપૂર્ણ માહિતગાર રહી શકે અને તેમની નિર્ણય કરવાની શક્તિ પણ મજબૂત હોય.

ફરિયાદ નિવારણ: કાયદાકીય રીતે નિર્ધારિત લઘુતમ વેતનની ચુકવણી ના થાય તેવી સ્થિતિમાં ફરિયાદ દાખલ કરાવવા માટે સરળતાથી યાદ રહે તેવો એક ટોલ ફ્રી નંબર હોવો જોઇએ અને તેનો ઘણો પ્રચાર કરવો જોઇએ જેથી ઓછું વેતન લેતા શ્રમિકોને પોતાની ફરિયાદ દાખલ કરાવવા માટે એક મંચ મળી રહે.

આર્થિક સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે એક અસરકારક લઘુતમ વેતન પ્રણાલીની સ્થાપના એક તાત્કાલિક આવશ્યકતા છે, જેનાથી વિકાસના વિવિધ આયામો પર લાભદાયી પ્રભાવ પડશે.

 

DK/NP/J.Khunt/GP



(Release ID: 1577152) Visitor Counter : 307