નાણા મંત્રાલય

2040માં ભારતની વસતિનું સ્વરૂપ: 21મી સદી માટે જન કલ્યાણ યોજનાઓ

દેશમાં લોકોની અપેક્ષિત આયુષ્યમાં વૃદ્ધિની સંભાવનાને ધ્યાનમાં રાખીને આર્થિક સમીક્ષામાં સેવા નિવૃત્તિ માટેની ઉંમર વધારવાની ભલામણ

Posted On: 04 JUL 2019 12:12PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 04-07-2019

 

કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા આજે સંસદમાં જૂ કરવામાં આવેલ 2018-19ની આર્થિક સમીક્ષામાં ભારતની વસતિ પર પ્રકાશ ફેંકતા જણાવવામાં આવ્યું છે કે આવનારા બે દાયકાઓમાં દેશની વસતિ વૃદ્ધિ દરમાં ખાસ્સો ઘટાડો જોવા મળશે. જો કે મોટી સંખ્યામાં યુવા વસતિના કારણે દેશને જન સંખ્યાકીય લાભાંશનો ફાયદો મળતો રહેશે, પરંતુ 20૩૦ની શરૂઆતથી કેટલાક રાજ્યોમાં વસતિના સ્વરૂપમાં પરિવર્તનથી વધુ ઉંમરના લોકોની સંખ્યા વધશે. રાજ્યોની આબાદીમાં પરિવર્તનની પ્રક્રિયા ઘણી આગળ વધી ગઈ છે. વર્ષ 2041 માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તર પર વસતિનું અનુમાન દર્શાવે છે કે ભારત વસતિના સ્વરુપમાં પરિવર્તનના આગામી તબક્કામાં પહોંચી ગયું છે. આવનારા બે દાયકાઓમાં વસતિ વૃદ્ધિ દરમાં ભારે ઘટાડો, કુલ ગર્ભધારણ દરમાં તાજેતરના વર્ષોમાં આવેલ ઘટાડા અને 2021 સુધી તેમાં હજુ વધારે ઘટાડો તેના મુખ્ય કારણો હશે. એવા સમયે જ્યારે બધા પ્રમુખ રાજ્યોમાં વસતિ વૃદ્ધિ દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણામાં તે હજુ પણ ખાસ્સા ઊંચા સ્તર પર છે.

આવનારા બે દાયકામાં દેશમાં વસતિ અને લોકોની ઉંમર સંરચનાના પૂર્વાનુમાન નીતિ નિર્ધારકો માટે સ્વાસ્થ્ય સેવા, વૃદ્ધોની સારસંભાળ, શાળાની સુવિધાઓ, સેવા નિવૃત્તિ સાથે સંબંધિત નાણાકીય સેવાઓ, પેન્શન કોષ, આવકવેરા મહેસૂલ, શ્રમ બળ, શ્રમિકોની ભાગીદારીનો દર તેમજ સેવા નિવૃત્તિની ઉંમર જેવા મુદ્દાઓ સાથે જોડાયેલ નીતિઓ બનાવવી એક બહુ મોટું કામ હશે.

આર્થિક સમીક્ષામાં જનસંખ્યાના સ્વરૂપ અને જનસંખ્યા વૃદ્ધિના પ્રવાહો અંગે જણાવવામાં આવ્યું છે કે દેશમાં રાજ્ય સ્તર પર તેમાં વિભિન્નતા જોવા મળશે. જે રાજ્યોમાં વસતિનું સ્વરૂપ ઝડપથી બદલાઈ રહ્યું છે ત્યાં વસતિ વૃદ્ધિ દર 2031-41 સુધી લગભગ શૂન્ય થઇ જશે. જે રાજ્યોમાં વસતિ સંરચના બદલાવ ધીમો છે ત્યાં પણ 2021-41 સુધી વસતિ વૃદ્ધિ દરમાં ઘણો ઘટાડો જોવા મળશે.

સમીક્ષા અનુસાર દેશમાં ગર્ભધારણ ક્ષમતા દરમાં આવેલા ઘટાડાના કારણે -19 વર્ષની ઉંમર વર્ગવાળા લોકોની વસતિ આશ્ચર્યજનક રૂપે વધી છે. દેશમાં ટીએફઆર દર 2021 સુધી ભરપાઈ ના કરી શકવાના સ્તર સુધી ઘટી જશે. વસતિમાં -19 વર્ષ ઉંમર વર્ગના યુવાનોની સંખ્યા 2011ના ઉચ્ચતમ સ્તર 41 ટકાથી ઘટીને 2041માં 25 ટકા રહી જશે. બીજી બાજુ વસતિમાં 60 વર્ષની ઉંમર વર્ગ વાળા લોકોની સંખ્યા 2011ના 8.6 ટકાથી વધીને 2041 સુધી 16 ટકા સુધી પહોંચી જશે. કામદાર વસતિની સંખ્યા 2021-31ની વચ્ચે 9.7 મીલીયન પ્રતિ વર્ષના દરે વધશે અને 2031-41ની વચ્ચે તે ઘટીને 4.2 મીલીયન પ્રતિ વર્ષ રહી જશે.

આર્થિક મીક્ષામાં કામદાર વસતિના પ્રભાવો પર કહેવામાં આવ્યું છે કે તેમની સંખ્યા શ્રમ બળ અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વિસ્થાપનમાં મોટી ભૂમિકા નિભાવશે. 2021-41ના સમયગાળામાં શ્રમ બળની ભાગીદારીના પ્રવાહોના હિસાબે સરકારને વધારાના રોજગારના અવસર સર્જિત કરવા પડશે જેથી કરીને શ્રમ બળમાં થઇ રહેલ વાર્ષિક વૃદ્ધિના હિસાબે રોજગાર પણ ઉપલબ્ધ કરાવી શકાય.

વસતિના સ્વરૂપમાં બદલાવથી અનેક પ્રકારની નીતિગત મુશ્કેલીઓ ઉત્પન્ન થશે, તેમાં શાળાઓ, સ્વાસ્થ્ય સેવાઓ અને સેવા નિવૃત્તિની આયુ નક્કી કરવા જેવી બાબતો હશે. 2021-41ની વચ્ચે દેશમાં શાળાએ જનારા બાળકોની સંખ્યા 18.4 ટકા ઘટી જશે. તેના મોટા આર્થિક સામાજિક પરિણામ જોવા મળશે. પ્રાથમિક શાળાઓમાં બાળકોની સંખ્યા ઘટવાથી વિદ્યાર્થીઓની સરખામણીએ શાળાઓની સંખ્યા વધી જશે તેનાથી અનેક પ્રાથમિક શાળાઓને એક સાથે ભેળવવી પડશે.

સ્વાસ્થ્ય સેવાઓ આજે પણ દેશમાં એક મોટો પડકાર છે. જો દેશમાં દવાખાનાની સુવિધાઓ વર્તમાન સ્તર સુધી બની રહેશે તો આગામી બે દાયકામાં વસતિ વૃદ્ધિ દરમાં ઘટાડો થવા છતાં વધતી વસતિના કારણે વ્યક્તિદીઠ દવાખાનાની પથારીઓની ઉપલબ્ધતા ખુબ ઓછી થઇ જશે. એવામાં રાજ્યો માટે ચિકિત્સા સુવિધાઓનો વિસ્તાર ખુબ જરૂરી થઇ જશે.

ભારતમાં અપેક્ષિત જીવન અવધિ સરેરાશ 60 વર્ષ થવા લાગી છે એટલે કે 60 વર્ષની ઉંમરના લોકો પણ હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ રહે છે. મહિલા અને પુરુષોની અપેક્ષિત જીવન અવધિમાં સતત થઇ રહેલી વૃદ્ધિ અન્ય દેશોને અનુરૂપ છે. એવામાં પેન્શન પ્રણાલીની વ્યવહારિકતા અને મહિલા શ્રમ બળમાં વૃદ્ધિમાં મોટી ભૂમિકા નિભાવી શકે છે.

 

DK/NP/J.Khunt/GP



(Release ID: 1577141) Visitor Counter : 484


Read this release in: Marathi , Tamil , English