માહિતી અને પ્રસારણ મંત્રાલય

70 સાલ આઝાદી, યાદ કરો કુરબાની – દેશ ભક્તિ ફિલ્મોત્સવનું આયોજન

પ્રાદેશિક ભાષાની ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયે પગલા લીધા

Posted On: 21 JUN 2019 1:05PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 21-06-2019

કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે લોકસભામાં એક લેખિત જવાબમાં માહિતી આપી હતી કે, પ્રાદેશિક ભાષાની ફિલ્મોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા પગલા લેવામાં આવ્યા છે.

નવી દિલ્હી ખાતે સીરીફોર્ટ ઓડિટોરિયમ પરિસરમાં 12-18 ઓગસ્ટ દરમિયાન સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે યોજાઇ રહેલા કાર્યક્રમોના ભાગરૂપે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ થવા પર "70 સાલ આઝાદી, યાદ કરો કુરબાનીશીર્ષક હેઠળ દેશભક્તિ ફિલ્મ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

દર વર્ષે, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI) દ્વારા ભારતીય પેનોરમા વિભાગ માટે ફિલ્મોની પસંદગી કરવામાં આવે છે. તેમાં આવેલી ફિલ્મોમાંથી, ભારતીય ભાષાઓમાં બનેલી 26 ફિચર ફિલ્મ અને 21 નોન-ફિચર ફિલ્મ સહિત કુલ 47 ફિલ્મો IFFI અને વિવિધ ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોમાં અને ભારતીય ફિલ્મ સપ્તાહ/વિદેશમાં યોજાતા મહોત્સવોમાં દર્શાવવા માટે પસંદ કરવામાં આવે છે.

મંત્રાલય દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમગ્ર દેશમાંથી હિન્દી/પ્રાદેશિક ભાષાની ફિલ્મોને વિવિધ શ્રેણી અંતર્ગત પુરસ્કારો એનાયત કરવામાં આવે છે. IFFI ખાતે પસંદ થયેલી ભારતીય પેનોરમા ફિલ્મો ઉપરાંત, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો માટે પસંદ થયેલી ફિલ્મોને પણ ડાયરેક્ટોરેટ ઑફ ફિલ્મ ફેસ્ટિવલ મારફતે માહિતી અને પ્રસારણ મંત્રાયલ દ્વારા યોજાતા વિવિધ ભારતીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોમાં પ્રદર્શન માટે મોકલવામાં આવે છે.

BRICS ફિલ્મ મહોત્સવ હેઠળ BRICS દેશો એટલે કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકામાંથી આવતા વિશ્વ કક્ષાના ફિલ્મ પ્રોડક્શનને વધુ સહયોગ માટે પ્રેરણા આપવાની ભાવના સાથે દર્શાવવામાં આવે છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા વિવિધ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવો જેમ કે ઓસ્કાર, ટોરોન્ટો, બુસ્સાન, બર્લિન વગેરેમાં પસંદગી થયેલી ભારતીય ફિલ્મોને આર્થિક સહાય આપવામાં આવે છે. તાજેતરના વર્ષોમાં, 'ન્યૂટન' અને 'લોકતક લૈરેમ્બી'ને આર્થિક સહાય આપવામાં આવી છે. ફિલ્મો બર્લિન આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પસંદગી પામી હતી.

 

DK/NP/J.Khunt/GP                                                        


(Release ID: 1575185) Visitor Counter : 341


Read this release in: Marathi , English , Urdu , Bengali