માનવ સંસાધન વિકાસ મંત્રાલય

જેઈઈ (એડવાન્સ)નું પરિણામ જાહેર કરાયું

મહારાષ્ટ્રના બલરામપુરના કાર્તિકેય ગુપ્તાએ પ્રથમ સ્થાન મેળવ્યું

જ્યારે અમદાવાદની શબનમ સહાયે વિદ્યાર્થીનીઓમાં પ્રથમ સ્થાન મેળવ્યું

Posted On: 14 JUN 2019 3:51PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 14-06-2019

 

આજે જેઈઈ (એડવાન્સ) 2019નું પરિણામ જાહેર કરાયું છે. જેઈઈ (એડવાન્સ) 2019ના પેપર-1 અને 2માં કૂલ 161319 ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાંથી કુલ 38705 ઉમેદવારોએ જેઈઈ (એડવાન્સ) 2019 પાસ કરી છે. ઉત્તીર્ણ થયેલા કુલ ઉમેદવારોમાંથી  5365 વિદ્યાર્થીનીઓ છે. મહારાષ્ટ્રના બલરામપુરના શ્રી ગુપ્તા કાર્તિકેય ચંદ્રેશે સામાન્ય ક્રમાંક યાદીમાં (સીઆરએલ) પ્રથમ સ્થાન મેળવ્યું છે, તેમણે કુલ 372 ગુણમાંથી 346 ગુણ પ્રાપ્ત કર્યા છે. અમદાવાદની સુશ્રી સબનમ સહાયે વિદ્યાર્થીનીઓમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે સામાન્ય ક્રમાંક શ્રેણીમાં દસમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમણે કુલ 372 ગુણમાંથી 308 ગુણ પ્રાપ્ત કર્યા છે.

જુદી જુદી શ્રેણીમાં ક્રમાંક પ્રાપ્ત કરનાર ઉમેદવારોની યાદી માટે અહીં ક્લીક કરો.

DK/NP/J.Khunt/GP                                        


(Release ID: 1574621) Visitor Counter : 234


Read this release in: Malayalam , English , Hindi , Marathi