પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ

પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર સમિતિના ચેરમેને પૂર્વ મૂખ્ય આર્થિક સલાહકારના જીડીપી અનુમાન પરના દાવાઓ નકાર્યા

તેમણે કહ્યું કે જીડીપી અનુમાન માટે અન્ય દેશોના આંકડાનો ઉપયોગ કરવો તે અસામાન્ય કવાયત છે

આર્થિક સલાહકાર સમિતિ ડૉ. અરવિંદ સુબ્રમનિયનનના આંકડાઓની ચકાસણી કરશે.

Posted On: 12 JUN 2019 3:42PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 12-06-2019

 

ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર (સીઈએ) ડૉ. અરવિંદ સુબ્રમનિયને જૂન 2019માં એક અભ્યાસ લેખ ભારતની જીડીપીના આંકડાનો ખોટો અંદાજ: રોજગારી, વ્યાપ, મિકેનિઝમ અને તેની અસરો પ્રસિદ્ધ કર્યો હતો. આ અભ્યાસ લેખને આધારે તેમણે ભારતનાં સમાચાર માધ્યમોમાં એક લેખ પ્રસિદ્ધ કર્યો હતો અને તેમાં તેમણે નાણાંકિય વર્ષ 2011-12થી નાણાંકિય વર્ષ 2016-17ના વાસ્તવિક જીડીપી અંગેના આંકડાઓ અંગે કેટલાક દાવા પણ કર્યા છે. અહીં એ બાબત નોંધવી યોગ્ય ગણાશે કે 2008થી શરૂ કરીને ભારતની આર્થિક ગણતરીઓનુ પાયાનુ વર્ષ રાષ્ટ્રીય આવકની ગણતરી અંગેની વિવિધ સમિતિઓની ભલામણોને આધારે બદલવામાં આવ્યું હતુ અને ભારત સરકારે વર્ષ 2015માં તેનો અમલ કર્યો હતો. આથી એવું સૂચન કરવાનુ ખોટુ ગણાશે કે ઉદ્યોગોના આર્થિક સર્વેક્ષણથી માંડીને કૉર્પોરેટ બાબતોના મંત્રાલયમાં પાયાનુ વર્ષ કે ભારાંક બદલતાં પહેલાં નિષ્ણાતોના અભિપ્રાયો લેવાયા નથી. તેમના અભ્યાસ લેખમાં ડૉ. સુબ્રમનિયને ભારતની એકંદર ઘરઘથ્થુ આવક શું હોવી જોઈએ તે બાબતે સરહદ પારના જૂના આંકડાઓનો ઉપયોગ કર્યો છે. દેશની ઘરઘથ્થુ આવકના અંદાજ માટે સરહદ પારના જૂના આંકડાનો ઉપયોગ કરવો તે એક અસામાન્ય પ્રવૃત્તિ છે. આથી સરહદ પારના જૂના આંકડા લઈને દરેક દેશની એકંદર ઘરઘથ્થુ આવકના આંકડાની ગણતરી અંગે સવાલો માગી લે છે. આ ઉપરાંત આ ગણતરીમાં ઉત્પાદકતાનો લાભ થયા હોવાના આંકડાને આધારે પણ જીડીપીની ગણવાની કવાયત હાથ ધરાઈ નથી. એક સામાન્ય પરિભાષા મુજબ કોઈ દેશની એકંદર ઘરઘથ્થુ આવક સામાન્ય આવકને આધારે ગણાવી જોઈએ, વૃદ્ધિ દરને આધારે નહી. આર્થિક સલાહકાર સમિતિ યોગ્ય સમયે ડૉ. અરવિંદ સુબ્રમનિયનના અભ્યાસ લેખની ચકાસણી કરશે અને તેના દરેક મુદ્દાને આવરી લઈ તેનું ખંડન કરશે. હાલમાં તો એવુ લાગે છે કે એક વ્યવસ્થિત ચર્ચા થઈ શકે તેવી બાબત અંગે સનસનાટી સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર જેનાથી પરિચિત છે તેવી ભારતની આંકડાશાસ્ત્રીય પદ્ધતિની સ્વતંત્રતા અને તેની ગુણવત્તા અંગે અભિપ્રાય આપવાનુ યોગ્ય નહી ગણાય. આ એવા મુદ્દા છે કે જે ડૉ. સુબ્રમનિયન મુખ્ય આર્થિક સલાહકાર હતા ત્યારે ઉઠાવવાની જરૂર હતી અને તે પોતે પણ એ બાબત કબૂલ કરે છે કે ભારતની વૃદ્ધિના આંકડા સમજવામાં તેમને સમય લાગ્યો હતો અને પોતે હજૂ પણ આ બાબતે અનિશ્ચિત છે.

 

DK/NP/J.Khunt/GP                                                        



(Release ID: 1574042) Visitor Counter : 216


Read this release in: English , Hindi , Marathi