સંરક્ષણ મંત્રાલય

ચક્રવાત વાયુને ધ્યાનમાં રાખીને ભારતીય નૌકાદળ સ્ટેન્ટબાય નોટિસ પર

Posted On: 12 JUN 2019 11:21AM by PIB Ahmedabad

પશ્ચિમ નૌકાદળ કમાન્ડ, મુંબઈ મુખ્યાલય દ્વારા નીચેની પ્રારંભિક કામગીરીઓ શરૂ કરવામાં આવી છે, જેથી #CycloneVayu ની વિકસતી સ્થિતિ સામે તાત્કાલિક પ્રતિક્રિયા આપી શકાય:-

 

  1. રાજ્યનાં વહીવટીતંત્ર, સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર અને ભારતીય તટરક્ષક દળ સત્તામંડળે માછીમારોને દરિયામાં આગળ વધવા સામે ચેતવણી જાહેર કરી છે અને તોફાની હવામાનની સ્થિતિ સામે જરૂરી તમામ આગોતરી સાવચેતીનાં પગલાં લીધા છે.
  2. માનવીય સહાય અને આપત્તિ રાહત (એચએડીઆર) ઇંટો અને રાહતસામગ્રી નક્કી કરેલા જહાજો પર ચઢાવી દેવામાં આવી છે તથા ટૂંકી નોટિસમાં તૈનાત થવા માટે સજ્જ છે.
  3. દરિયામાં ભારતીય નૌકાદળનાં જહાજો અને નિયમિત ઉડાન પર નીકળેલા વિમાન/હેલિકોપ્ટરોને દરિયામાં કાર્યરત માછીમારીનાં જહાજોને જાણકારી આપવાની અને તેમને દરિયાકિનારે પરત ફરવાની સલાહ આપવાની સૂચના આપવામાં આવી છે.
  4. ભારતીય નૌકાદળની ડાઇવિંગ અને રેસ્ક્યુ ટીમો તથા રાહત સામગ્રીઓને સિવિલ ઓથોરિટીને જરૂર મુજબ સહાય માટે તૈયાર રાખવામાં આવી છે.
  5. મુંબઈમાં ઇન્ડિયન નેવી હોસ્પિટલમાં તબીબી ટીમો અને સુવિધાઓને આકસ્મિક મેડિકલ સહાય માટે તૈનાત રાખવામાં આવી છે.
  6. P8I અને IL વિમાનને જરૂર મુજબ SAR અભિયાનો હાથ ધરવા તૈનાત રાખવામાં આવ્યાં છે.
  7. મુખ્યાલયો, ઑફશોર ડિફેન્સ એન્ડ એડવાઇઝરી ગ્રૂપે દરિયાકિનારાં તમામ પ્લેટફોર્મને ચક્રવાત વાયુ પર એડવાઇઝરી જાહેર કરી છે.

 



(Release ID: 1574004) Visitor Counter : 175