માહિતી અને પ્રસારણ મંત્રાલય

પ્રસાર ભારતી ની સ્વાયતત્તા સર્વોચ્ચ – પ્રકાશ જાવડેકર

માહિતી અને પ્રસારણ મંત્રીએ દૂરદર્શન સમાચાર માટે 17 ડીએસએનજી વેનને લીલી ઝંડી દેખાડી

Posted On: 04 JUN 2019 3:05PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 04-06-2019

 

લોક પ્રસારણમાં એક નવો અધ્યાય જોડતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે દૂરદર્શન સમાચાર માટે 17 નવી ડિજિટલ સર્વિસ ન્યૂઝ ગેધરિંગ (ડીએસએજી) વેનને લીલી ઝંડી આપી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001TNP5.jpghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002FG1H.jpg

આ વાન વિભિન્ન કેમેરાની મદદથી વીડિયો સ્ટ્રીમનો ઉપયોગ કરી જીવંત પ્રસારણ કરી શકે છે. દરેકમાં હાઈ ડેફિનેશન પ્રસારણ કરવાની વ્યવસ્થા છે, જેના દ્વારા દેશભરમાં દર્શકો ઉચ્ચ ગુણવત્તા ધરાવતું પ્રસારણ જોઈ શકે છે.

આ અવસરે શ્રી પ્રકાશ જાવડેકરે પ્રસાર ભારતીની સ્વાયતત્તાના મહત્વ પર ભાર મુકતા જણાવ્યું હતું કે પ્રેસની આઝાદી સર્વોચ્ચ છે. તેમણે હાઈ ડેફિનેશન વાળી આ ડીએસએનજી વાનની તૈયારી દ્વારા દર્શકોને પ્રસારણના ઉત્તમ અનુભવની ચર્ચા કરી હતી. તેમણે સોશિયલ મીડિયાના વિવિધ મંચ જેવા કે, યૂ-ટ્યૂબ, ટ્વીટર અને ફેસબુક પર પ્રસાર ભારતીના વિસ્તારની પ્રસંશા પણ કરી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003O491.jpg

માહિતી અને પ્રસારણ સચિવ શ્રી અમિત ખરેએ દેશ સાથે જોડાયેલ સમાચારોના વિસ્તાર સાથે કવરેજને સુનિશ્ચિત કરવાના મહત્વ અંગે ચર્ચા કરી હતી

DK/J.Khunt/GP/RP                         



(Release ID: 1573416) Visitor Counter : 216