મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને પ્રજાસત્તાક કોરિયા વચ્ચે સ્ટાર્ટઅપ સહયોગ માટે થયેલા સમજૂતી કરારને મંજૂરી આપી

પોસ્ટેડ ઓન: 27 MAR 2019 1:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સ્ટાર્ટઅપ સહયોગ પર ભારત અને પ્રજાસત્તાક કોરિયા વચ્ચે થયેલા સમજૂતી કરારને પૂર્વવર્તી અસરથી મંજૂરી આપી દીધી છે. આ સમજૂતી કરાર પર ફેબ્રુઆરી, 2019માં હસ્તાક્ષર થયાં હતાં.

 

આ એમઓયુથી બંને દેશોનાં સ્ટાર્ટઅપ ઉદ્યોગો વચ્ચે દ્વિપક્ષીય સહયોગમાં સરળતા થશે અને પ્રોત્સાહન મળશે, આ ઉદ્યોગો તેમનાં રાષ્ટ્રીય કાયદા અને નિયમનો તથા આવી કોઈ અસરકારક આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ અને સંધિઓ પર આધારિત હોવા જરૂરી છે તથા બંને દેશો સાથે સંબંધિત હોવા જોઈએ.

 

J.Khunt/RP


(રીલીઝ આઈડી: 1569620) મુલાકાતી સંખ્યા : 130