ચૂંટણી આયોગ

ગુજરાત રાજ્યની વિધાનસભામાં 64 – ધ્રાગંધ્રા એસી અને 85- માણાવદર એસીની ખાલી પડેલી બેઠકો ભરવા પેટા ચૂંટણીઓ યોજવાનો કાર્યક્રમ

Posted On: 14 MAR 2019 11:00AM by PIB Ahmedabad

નવી દિલ્હી, 14-03-2019

 

ભારતીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની 64-ધ્રાંગધ્રા એસી અને 85 – માણાવદર એસીની ખાલી થયેલી બેઠકો ભરવા માટે પેટા ચૂંટણીઓ યોજવાનો નિર્ણય કર્યો છે.

તહેવારો, મતદારયાદી વગેરે જેવા વિવિધ પરિબળો ધ્યાનમાં લીધા પછી પંચે આ બંને વિધાનસભા બેઠકો માટે લોકસભાની ચૂંટણીઓ સાથે પેટા ચૂંટણીઓ યોજવાનો નિર્ણય કર્યો છે, જેનો કાર્યક્રમ આ મુજબ છેઃ

 

ક્રમ

કાર્યક્રમ

તારીખ

1

જાહેરનામું બહાર પાડવું

28.03.2019

2

ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ

04.04.2019

3

ઉમેદવારોની ચકાસણી

05.04.2019

4

ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ

08.04.2019

5

ચૂંટણીની તારીખ

23.04.2019

6

મતગણતરી

23.05.2019

7

જેની પહેલા ચૂંટણી પૂર્ણ થશે એ તારીખ

27.05.2019

 

મતદારયાદી

જ્યાં પેટા ચૂંટણીઓ યોજાવાની છે એ વિધાનસભા બેઠકોની મતદારયાદી લાયકાત ધરાવતી તારીખ 01.01.2019ના સંદર્ભમાં સુધારવામાં આવી છે.

 

ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVMs) અને વીવીપેટ

પંચે તમામ મતદાન મથકોમાં પેટા ચૂંટણીઓમાં ઇવીએમ અને વીવીપેટનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. જરૂરી સંખ્યામાં ઇવીએમ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે તથા આ મશીનોની મદદ સાથે સરળતાપૂર્વક ચૂંટણીઓ હાથ ધરવામાં આવે એ સુનિશ્ચિત કરવામાં આવે એવા તમામ પગલાં લેવામાં આવ્યાં છે.

મતદારોની ઓળખ

અગાઉની પદ્ધતિને સુસંગત પંચે નિર્ણય કર્યો છે કે, મતદારોની ઓળખ ચૂંટણી સમયે ઉપર ઉલ્લેખિત પેટા ચૂંટણીઓમાં ફરજિયાત કરવામાં આવશે. મતદાતાઓનાં ફોટો ઓળખપત્રો (ઇપીઆઇસી) મતદારોની ઓળખનો મુખ્ય પુરાવો બનશે. જોકે એક પણ મતદાર પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરવાથી વંચિત ન રહી જાય એ સુનિશ્ચિત કરવા જો તેમનું નામ મતદારયાદીમાં નહીં હોય તો કથિત પેટા ચૂંટણીઓનાં સમયે મતદારોની ઓળખ માટે વધારાનાં દસ્તાવેજોને મંજૂરી આપવા અલગ સૂચના જાહેર કરવામાં આવશે.

આદર્શ આચારસંહિતા

આદર્શ આચારસંહિતા તાત્કાલિક અસર સાથે જિલ્લા(ઓ)માં અમલમાં આવી જશે, જેમાં પેટા ચૂંટણીઓ યોજાવાની છે એ વિધાનસભા વિસ્તારોનો સંપૂર્ણ કે, કોઈ પણ ભાગ સામેલ છે, જે 29 જૂન, 2017નાં રોજ પંચની સૂચના નંબર 437/6/INST/2016/CCS ની જાહેરાત દ્વારા આંશિક સંશોધનને આધિન છે (જે પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ છે). આદર્શ આચારસંહિતા તમામ ઉમેદવારો, રાજકીય પક્ષો અને રાજ્ય સરકારોને લાગુ પડશે. આદર્શ આચારસંહિતા સંબંધિત રાજ્ય માટે કેન્દ્ર સરકારને પણ લાગુ પડશે.

 

NP/GP/RP                                          



(Release ID: 1568833) Visitor Counter : 342