પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી મોદી અને બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીનાએ વીડિયો કોન્ફરન્સ મારફતે બાગ્લાદેશમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓની ઇ-તકતીઓનું સંયુક્તપણે અનાવરણ કર્યું
Posted On:
11 MAR 2019 6:59PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીનાએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે બાંગ્લાદેશમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ માટે સંયુક્તપણે ઇ-તકતીઓનું અનાવરણ કર્યું હતું.
બંને નેતાઓ બસ અને ટ્રકની પુરવઠા સેવા, 36 સામુદાયિક દવાખાનાઓ, 11 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને બાંગ્લાદેશનાં નેશનલ નોલેજ નેટવર્કનું ઉદઘાટન દર્શાવતી ઇ-તકતીઓનું અનાવરણ કર્યું હતું.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીના સાથે આ છઠ્ઠી વીડિયો કોન્ફરન્સ છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શેખ હસીનાનું વિઝન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મજબૂત કનેક્ટિવિટી માટે મોટું પ્રેરકબળ છે. તેમણે કહ્યું હતું કે, આજે અનાવરણ થયેલા વિવિધ પ્રોજેક્ટથી પરિવહન કનેક્ટિવિટીની સાથે-સાથે નોલેજ કનેક્ટિવિટી પણ વધશે. તેમણે જણાવ્યું હતું કે, નેશનલ નોલેજ નેટવર્ક બાંગ્લાદેશનાં નિષ્ણાંતો અને સંશોધન સંસ્થાઓને ભારત તથા દુનિયા સાથે જોડશે. તેમણે કહ્યું હતું કે, બસો અને ટ્રકો જાહેર પરિવહનને વાજબી બનાવવાનાં પ્રયાસમાં મદદરૂપ થશે, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્વચ્છ પાણીનાં પુરવઠામાં મદદરૂપ થશે અને સામુદાયિક દવાખાનાઓથી બાંગ્લાદેશમાં આશરે 2 લાખ લોકોને મદદ મળશે. તેમણે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ દર્શાવે છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનાં સંબંધો લોકોનાં જીવનની ગુણવત્તા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
પ્રધાનમંત્રી મોદીએ બાંગ્લાદેશ માટે પ્રધાનમંત્રી શેખ હસીનાએ નિર્ધારિત કરેલા મહત્ત્વાકાંક્ષી વિકાસલક્ષી લક્ષ્યાંકો માટે ભારતનાં સાથસહકારની પ્રશંસા કરી હતી અને એના પર ભાર મૂક્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનાં દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થતા રહેશે.
RP
(Release ID: 1568639)
Visitor Counter : 194