પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વિશ્વ ઉમિયાધામ સંકુલનું ભૂમિપૂજન કર્યું

Posted On: 04 MAR 2019 5:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદનાં જસપુરમાં વિશ્વ ઉમિયાધામ સંકુલનું ભૂમિપૂજન કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત ઉત્સાહી જનમેદનીને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા સમાજમાં સંતો અને આર્ષ દ્રષ્ટાઓની ભૂમિકાને ક્યારેય ભૂલી ન શકાય. તેમણે ઉમેર્યું હતું કે, સંતો અને આર્ષ દ્રષ્ટાઓએ ખૂબ જ મુલ્યવાન બોધપાઠ આપ્યો છે, તેમણે સમાજને હંમેશા અનિષ્ટ અને દમન સામે લડવાની શક્તિ આપી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા સંતો અને આર્ષ દ્રષ્ટાઓએ આપણને ઇતિહાસમાંથી શ્રેષ્ઠ ગ્રહણ કરવાનું અને સાથે-સાથે ભવિષ્ય પર નજર રાખીને સમયની સાથે પરિવર્તન કરવાનું શીખવ્યું છે.

પ્રધાનમંત્રીએ લોકોને લાભદાયક થનારી પહેલો વિશે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારને નાના પાયે કશું કરવાનું મંજૂર નથી, કેન્દ્ર સરકાર હંમેશા મોટા પાયે, સમાજનાં તમામ વર્ગ માટે ફાયદાકારક કામ કરશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સામુદાયિક સ્તરે યુવાનો માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ભાર મૂકવો મહત્વપૂર્ણ છે.

પ્રધાનમંત્રીએ દ્રઢતાપૂર્વક કહ્યું હતું કે, માતા ઉમિયામાં વિશ્વાસ ધરાવતાં શ્રદ્ધાળુઓ ક્યારેય દિકરીઓને માતાની કુખમાં મારી નાંખવાનાં કૃત્યને સહકાર ન આપે.

પ્રધાનમંત્રીએ લોકોને જાતિનો ભેદભાવ ન હોય એવા સમાજની રચના કરવામાં મદદરૂપ થવા અપીલ કરી હતી.

 

RP



(Release ID: 1567374) Visitor Counter : 139