પ્રધાનમંત્રીનું કાર્યાલય

સંસદ ભવનમાં શ્રી અટલ બિહારી વાજપેયીના તૈલીચિત્રના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 12 FEB 2019 12:09PM by PIB Ahmedabad

મહામહિમ રાષ્ટ્રપતિજી, ઉપરાષ્ટ્રપતિજી, સ્પીકર મહોદયા, ગુલામ નબીજી, નરેન્દ્ર સિંહજી, અટલજીના પરિવારજનો તથા સૌ અટલ પ્રેમી સ્વજનો.

સંસદ ભવનનાં સેન્ટ્રલ હોલમાં અટલજી હવે આ નવા સ્વરૂપે આપણને આશીર્વાદ આપતા રહેશે અને આપણને પ્રેરણા પણ આપતા રહેશે. અટલજીના જીવનની સૌથી મોટી વિશ્વતાના રૂપમાં ઘણી બધી બાબતો કહીં શકાય એમ છે અને એક પણ વાત બીજાથી નાની નથી. કલાકો સુધી કહી શકાય છે તોપણ પૂરું ન કરી શકાય અને ઓછા શબ્દોમાં કહેવા ઉપરાંત પણ કદાચ એ વિશાળ વ્યક્તિત્વની ઓળખ પણ કરી શકાય છે. આવું વ્યક્તિત્વ તો બહુ ઓછા હોય છે. આટલા વર્ષો સંસદ ભવનમાં જીવન વિતાવ્યા બાદ પણ દસકાઓ સુધી સત્તાથી દૂર રહીને જન-સામાન્યની પવિત્રતાથી, નિષ્ઠાથી સેવા કરતા રહેવું સામાન્ય માનવીના અવાજને બુલંદ કરતા રહેવું અને વ્યક્તિગત જીવનના હિત માટે ક્યારેય માર્ગ ન બદલવો, એ પોતાનામાં, સાર્વજનિક જીવનમાં, આપણા જેવા બધા કાર્યકર્તાઓએ ઘણું શીખવા જેવું છે.

રાજનીતિમાં ઉતાર-ચઢાવ આવે છે, હાર-જીત આવે છે, પરંતુ આદર્શ અને વિચારો સાથે ક્યારેય સમાધાન ન કરતાં લક્ષ્ય તરફ ચાલતા રહેવું અને ક્યારેય-ક્યારેક તેનું યોગ્ય પરિણામ મળે છે, એવું આપણે અટલજીના જીવનમાં જોયું છે. તેમના પ્રવચનની પણ ઘણી ચર્ચા થાય છે, પરંતુ કદાચ ભવિષ્યમાં કોઈ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી શોધ કરનારા વ્યક્તિ જો તેમનું ઊંડાણ પૂર્વક વિશ્લેષણ કરશે તો જેટલી તાકાત તેમના પ્રવચનમાં હતી તેનાથી પણ ઘણી વધારે તેમના મૌનમાં હતી. તેઓ જાહેરસભામાં પણ બે-ચાર વાક્ય બોલ્યા પછી પણ મૌન થઈ જતા હતા, તો એ ઘણું ગજબ હતું કે લાખોની જનમેદનીમાં છેલ્લા માણસને પણ તે મૌનમાંથી સંદેશો મળી જતો હતો. એ એમની કંઇ કોમ્યુનિકેશન સ્કિલ હતી? મૌનની કોમ્યુનિકેશન સ્કિલ, ક્યારે બોલવું અને ક્યારે ચૂપ રહેવું? એ જે તાકાત હતી, તે અદભૂત હતી. આ પ્રકારથી તેઓ પોતાની મસ્તીમાં રહેતા હતા. ક્યારેય સાથે પ્રવાસનો અવસર મળતો તો જોતા હતા કે તેઓ આંખો બંધ કરીને રહેતા હતા. વધુ વાતો નહોતા કરતા, એ તેમના સ્વભાવમાં હતું. પરંતુ નાની-નાની વાતમાં પણ વ્યંગ કરવો એ તેમની વિશેષતા હતી. અમારી પાર્ટીની બેઠકમાં ક્યારેક વાતાવરણ ઉગ્ર થાય તો, આવી રીતે જ નાની વાત રજૂ કરી દેતા, એકદમથી હળવુંફૂલ વાતાવરણ કરી દેતા. એટલે કે એક પ્રકારે તેમણે પરિસ્થિતિને માપી લીધી હતી, પોતાની અંદર સમાવી લીધી હતી. આવું વ્યક્તિત્વ લોકતંત્રની જે સૌથી મોટી તાકાત હોય છે, એ તાકાતને સમર્પિત હતા અને લોકતંત્રમાં કોઈ દુશ્મન નથી હોતું. લોકતંત્રમાં સ્પર્ધા હોય છે, પ્રતિપક્ષ હોય છે. આદર અને સન્માન એ જ ભાવની સાથે જાળવી રાખવો, એ આપણી નવી પેઢી માટે શીખવા જેવું છે. આપણે સૌએ શીખવા જેવું છે કે આપણે કેવા પ્રકારથી આપણા પ્રતિસ્પર્ધીને પણ, ગંભીર ટીકાને પણ આદર સાથે, સન્માનની સાથે એ વ્યક્તિત્વ તરફ જોઈ રહેવું, આ અટલજી પાસેથી શીખવાનો વિષય છે.

આજે અટલજીને આદરાંજલિ અર્પણ કરવાનો અવસર મળ્યો છે. હું મારા તરફથી સદનના દરેક સાથીઓ તરફથી આદરણીય અટલજીને આદરાંજલિ અર્પણ કરું છું.

NP/J.Khunt/GP/RP



(Release ID: 1563982) Visitor Counter : 174