મંત્રીમંડળ

મંત્રીમંડળે એએઆઈનાં ઓપરેશનલ કેટેગરીનાં કર્મચારીઓને ડીપીઈ દ્વારા સૂચિત 50 ટકા (સંશોધન-પૂર્વ) મર્યાદા ઉપરાંત આપવામાં આવતા કેટલાક વિશેષ ભથ્થાને નિયમિત કરવા માટે મંજૂરી આપી

Posted On: 06 FEB 2019 9:47PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એએઆઈ)ની સંચાલન શ્રેણીનાં વિશિષ્ટ કર્મચારીઓ એટલે એર ટ્રાફિક કન્ટ્રોલર્સ, કોમ્યુનિકેશન્સ ઑફિસર અને પાયલટને ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝ (ડીપીઇ) દ્વારા સૂચિત 50 ટકા (સંશોધન-પૂર્વ)/25ટકા (સંશોધિત) મર્યાદા ઉપરાંત આપવામાં આવતાં વિશેષ ભથ્થાંને રેગ્યુલર કરવાની મંજૂરી આપી દીધી છે. આ ભથ્થામાં રેટિંગ ભથ્થુ, કામગીરીનાં ભારણનું ભથ્થું, કુશળતાનું ભથ્થું, ઉડાનનું ભથ્થું અને ઇન્સ્ટ્રક્શન એલાવન્સ સામેલ છે. સાથે-સાથે મંત્રીમંડળે આ ભથ્થાઓને 35 ટકા (સંશોધિત) મર્યાદાની બહાર રાખવાની પણ મંજૂરી આપી દીધી છે. તેમને પોતાની નોકરી દરમિયાન ઘણા પ્રકારની જટિલ કામગીરીઓ પૂર્ણકરવાની હોય છે, જે માટે વ્યાપક જાણકારી અને કુશળતાની સાથે-સાથે માહિતી સાથે સંબંધિત વિશિષ્ટ કુશળતા (સ્થાનિક ધારણા, સૂચનાઓનું પ્રોસેસિંગ, તાર્કિક જ્ઞાન, નિર્ણય લેવો, કોમ્યુનિકેશન સંબંધિત પાસું અને માનવીય સંબંધ) નો વ્યવહારિક ઉપયોગ કરવાની બાબતો પણ સામેલ હોય છે.

 

આ નિર્ણય એ હકીકતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે કે, એર ટ્રાફિકમાં અનેક ગણો વધારો થયો છે અને આ ટેકનિકલ કર્મચારીઓ આકાશમાં ઉડાનોને અત્યંત સુરક્ષિત રાખે છે. એનો ઉદ્દેશ સર્વોત્તમ પ્રતિભાશાળી વ્યાવસાયિકોને આકર્ષિત કરવાનો અને હાલનાં કુશળ શ્રમબળને જાળવી રાખવાનો છે, જેથી  હવાઈ સફર કરતા પ્રવાસીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ મળી શકે. આ વ્યાવસાયિકોને ઉચિત મહેનતાણું આપવાની જરૂર છે.

 

J.Khunt/RP


(Release ID: 1563433) Visitor Counter : 186