નાણા મંત્રાલય

સરકારે આગામી દાયકા માટેની પરિકલ્પના રજૂ કરી

Posted On: 01 FEB 2019 1:32PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 01-02-2019

 

કેન્દ્રીય નાણા, કોર્પોરેટ બાબતો, રેલવે અને કોલસા મંત્રી શ્રી પીયુષ ગોયલે આજે સંસદમાં વચગાળાનું બજેટ 2019-20 રજૂ કરતા જણાવ્યું કે સરકારે 2030માં 10 સૌથી વધુ મહત્વપૂર્ણ પાસાઓને યાદી બદ્ધ કરતા આગામી દાયકા માટે પોતાની પરિકલ્પના રજૂ કરી છે. તેમણે કહ્યું કે અમે એક એવા ભારતનું નિર્માણ કરીશું જ્યાં ગરીબી, કુપોષણ, ગંદકી અને નિરક્ષરતા વીતેલા સમયની વાતો હશે. તેમણે કહ્યું કે ભારત એક આધુનિક, ટેકનોલોજીથી સંચાલિત, ઉચ્ચ વિકાસની સાથે એક સમાન અને પારદર્શક સમાજ હશે.

        નાણામંત્રીએ કહ્યું કે ભારત આગામી પાંચ વર્ષમાં પાંચ ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા થવાની દિશામાં અગ્રેસર છે અને તે પછી તે 10 ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા હશે.

શ્રી ગોયલ દ્વારા ઉલ્લેખિત પરિકલ્પના 2030ના પાસાઓ નીચે મુજબના છે:

1.      આ પરિકલ્પનાના પ્રથમ પાસા અંતર્ગત 10 ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા અને સહજ સુખદ જીવન માટે ભૌતિક અને સામાજિક બંધારણનું નિર્માણ કરવું છે.

2.      પરિકલ્પનાના બીજા પાસા અંતર્ગત એક એવા ડીજીટલ ભારતનું નિર્માણ કરવાનું છે જ્યાં આપણો યુવા વર્ગ ડીજીટલ ભારતના સર્જનમાં વ્યાપક સ્તર પર સ્ટાર્ટ અપ અને ઇકો સીસ્ટમમાં લાખો રોજગારીનું સર્જન કરતા તેનું નેતૃત્વ કરશે.

3.      ભારતને પ્રદુષણમુક્ત રાષ્ટ્ર બનાવવા માટે ઈલેક્ટ્રીકલ વાહનો અને નવીનીકરણ ઉર્જા પર ખાસ ધ્યાન આપવું.

4.      આધુનિક ડીજીટલ ટેકનોલોજીઓનો ઉપયોગ કરીને ગ્રામીણ ઔદ્યોગીકીકરણ વિસ્તરણના માધ્યમથી મોટા પાયે રોજગારીનું સર્જન કરવું.

5.      બધા જ ભારતીયો માટે સુરક્ષિત પીવાના પાણીની સાથે સ્વચ્છ નદીઓ અને લઘુ સિંચાઈ ટેકનોલોજીને અપનાવવાના માધ્યમથી સિંચાઈમાં પાણીનો કુશળ ઉપયોગ કરવો.

6.      સાગરમાળા કાર્યક્રમના પ્રયાસોમાં ઝડપ લાવવાની સાથે સાથે ભારતના તટીય અને સમુદ્રી માર્ગોના માધ્યમથી દેશના વિકાસને સશક્ત કરવો.

7.      આપણા અંતરીક્ષ કાર્યક્રમ ગગનયાન, ભારત દુનિયાના ઉપગ્રહોને છોડવા માટેનું લોન્ચ પેડબની ગયું છે અને 2022 સુધીમાં ભારતીય અંતરીક્ષ યાત્રીને અંતરીક્ષમાં મોકલવા, એ આ પાસાને દર્શાવે છે.

8.      સૌથી વધુ જૈવિક રીતે ખાદ્યાન્ન ઉત્પાદન અને ખાદ્યાન્ન નિકાસમાં ભારતને આત્મનિર્ભર બનાવવું અને વિશ્વની ખાદ્યાન્ન જરૂરિયાતોને પૂરી કરવા માટે ખાદ્યાન્નની નિકાસ કરવી.

9.      2030 સુધી સ્વસ્થ ભારત અને એક વધુ સારા સ્વાસ્થ્યની દેખભાળ અને વ્યાપક આરોગ્યકર પ્રણાલીની સાથે સાથે આયુષ્માન ભારત અને મહિલા સહભાગિતા પણ તેનો એક મહત્વપૂર્ણ ઘટક હશે.

10.     ભારતને લઘુત્તમ સરકાર, મહત્તમ શાસનવાળા એક એવા રાષ્ટ્રનું રૂપ આપવાનું છે કે જ્યાં એક પસંદ કરેલ સરકારની સાથે ખભે ખભો મિલાવીને સહકર્મીઓ અને અધિકારીઓના અભિશાસનને મૂર્ત રૂપ આપી શકાય.

 

NP/J.KHUNT/GP                                             



(Release ID: 1562267) Visitor Counter : 266


Read this release in: English , Marathi , Bengali , Tamil