મંત્રીમંડળ

મંત્રીમંડળે બિહાર, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર (બે), ઝારખંડ, કર્ણાટક, કેરાલા, ઓડિશા, પંજાબ, રાજસ્થાન અને તમિલનાડુમાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અધિનિયમ, 2009 હેઠળ 13 નવા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોના સુધારેલા ખર્ચના અંદાજને મંજૂરી આપી

Posted On: 16 JAN 2019 4:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે 13 નવી કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોનાં રિકરીંગ ખર્ચ પેટે તથા સંકુલોની કામગીરી પૂર્ણ કરવા જરૂરી માળખાગત સુવિધાઓ ઉભી કરવા માટે રૂ. 3639.32 કરોડના ખર્ચને મંજૂરી આપી છે. આ કામગીરી 36 માસના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે.

મંત્રીમંડળે આ વિશ્વવિદ્યાલયો માટે પૂર્વવર્તી અસરથી અગાઉની મંત્રીમંડળ બેઠકની મંજૂરી મુજબના રૂ. 1474.65 કરોડ ઉપરાંત ખર્ચાયેલા વધારાના રૂ. 3,000 કરોડ માટે પણ મંજૂરી આપી છે.

આ નવા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયો બિહાર, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર (બે), ઝારખંડ, કર્ણાટક, કેરાલા, ઓડિશા, પંજાબ, રાજસ્થાન અને તમિલનાડુમાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અધિનિયમ 2009 હેઠળ સ્થાપવામાં આવશે. જેમાં નીચેના વિશ્વવિદ્યાલયોનો સમાવેશ થશેઃ

  1. બિહાર કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, ગયા, બિહાર
  2. હરિયાણા કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, મહેન્દ્રગઢ
  3. જમ્મુ કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, જમ્મુ
  4. ઝારખંડ કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, રાંચી
  5. કાશ્મીર કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, શ્રીનગર
  6. કર્ણાટક કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, ગુલબર્ગા
  7. કેરળ કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, કાસરગોડ
  8. ઓરિસ્સા કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, કોરાપુટ
  9. પંજાબ કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, ભટિંડા
  10. રાજસ્થાન કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, બાંદરા સિંદરી, રાજસ્થાન
  11. તમિલનાડુ કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, તિરૂવર
  12. ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, ગુજરાત
  13.    હિમાચલ પ્રદેશ કેન્દ્રીય વિશ્વવિદ્યાલય

 

અસરઃ

આ જોગવાઈથી ઉચ્ચ શિક્ષણની પ્રાપ્તિમાં વધારો થશે અને અન્ય વિશ્વવિદ્યાલયો અનુસરી શકે તેવા નમૂનારૂપ ધોરણો પ્રસ્થાપિત થશે. તેનાથી શૈક્ષણિક સુવિધાઓ અંગે પ્રાદેશિક અસમતુલા ઘટાડવામાં પણ મદદ મળશે.

 

RP



(Release ID: 1560301) Visitor Counter : 175