પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 4 જાન્યુઆરી, 2019નાં રોજ મણિપુર અને આસામની મુલાકાત લેશે


પ્રધાનમંત્રી ઇમ્ફાલમાં વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે

Posted On: 03 JAN 2019 6:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 જાન્યુઆરી, 2019નાં રોજ મણિપુર અને અસમની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી મણિપુરમાં વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વિવિધ યોજનાઓનું ઉદઘાટન દર્શાવતી તકતીઓનું અનાવરણ કરશે. આ યોજનાઓમાં મોરેહમાં ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (આઇસીપી), દોહાઈથાબી બેરેજ યોજના, સાઓમબંગમાં એફસીઆઈ ખાદ્ય સંગ્રહ ગોદામ, થંગલસુરનગંદમાં ઇકો ટૂરિઝમ કોમ્પ્લેક્સ તથા વિવિધ જળપૂર્ત યોજનાઓ સામેલ છે.

પ્રધાનમંત્રી શ્રી મોદી 400 કિલોવાટની ડબલ સર્કિટ સિલ્ચર ઇમ્ફાલ લાઇનનું લોકાર્પણ કરશે.

તેઓ ઇમ્ફાલની ધનનમંજૂરી યુનિવર્સિટીનાં માળખાગત વિકાસ, રમતગમતની સુવિધાઓ, વગેરેનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં હપતાકંજીબંગમાં લોકોને સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી અસમમાં સિલ્ચરનાં રામનગરમાં જાહેર સભાને સંબોધિત કરશે.

 

RP



(Release ID: 1558548) Visitor Counter : 129