પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી આવતીકાલે ઉત્તરપ્રદેશની મુલાકાત લેશે


વારાણસીમાં છઠ્ઠી ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દેશને અર્પણ કરશે

પ્રધાનમંત્રી પ્રવાસી ભારતીય દિવસ માટેની તૈયારીઓની સમીક્ષા કરશે

પ્રધાનમંત્રી ગાઝીપુરમાં શાહદેવ પર ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરશે અને જનસભાને સંબોધન કરશે

Posted On: 28 DEC 2018 1:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ડિસેમ્બર, 2018નાં રોજ ઉત્તરપ્રદેશમાં વારાણસી અને ગાઝીપુરની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ વારાણસીમાં છઠ્ઠાં ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાઉથ એશિયા રિજનલ સેન્ટર (આઇએસએઆરસી) પરિસર દેશને અર્પણ કરશે અને વારાસણીમાં દીનદયાળ હસ્તકળા સંકુલમાં વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ રિજનલ સમિટમાં સામેલ થશે. પ્રધાનમંત્રી ગાઝીપુરમાં મહારાજા સુહેલદેવની સ્મૃતિમાં ટપાલ ટિકિટ પણ પ્રસિદ્ધ કરશે તેમજ એક જનસભાને સંબોધન કરશે.

પ્રધાનમંત્રી વારાણસીમાં સ્થિત નેશનલ સીડ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટર (એનએસઆરટીસી) પરિસરમાં ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (આઇઆરઆરઆઇ), સાઉથ એશિયા રિજનલ સેન્ટર (આઇએસએઆરસી) દેશને સમર્પિત કરશે. આ દક્ષિણ એશિયા અને સાર્ક રિજનમાં ચોખામાં સંશોધન અને તાલીમ માટેનાં કેન્દ્ર તરીકે કામ કરશે. પૂર્વ ભારતમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર વિસ્તારમાં ચોખાનાં ઉત્પાદનમાં વધારો કરવામાં અને એને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે.

આઇઆરઆરઆઈ સાથે ભારતનું જોડાણ 1960નાં દાયકાથી થયું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવેમ્બર, 2017માં ફિલિપાઇન્સમાં મનિલામાં આઇઆરઆરઆઈનાં હેડક્વાર્ટરની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યાં હતાં, જ્યાં તેમણે ચોખા ક્ષેત્ર માટે કૃષિ નવીનતાઓ અને સંશોધનોમાં પ્રગતિની ચર્ચા કરી હતી.

શ્રી મોદી વારાણસીમાં દીનદયાળ હસ્તકળા સંકુલ (વેપારી સુવિધા કેન્દ્ર અને કળા સંગ્રહાલય)માં વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ રિજનલ સમિટમાં હાજરી આપશે. વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ યોજનાનો ઉદ્દેશ સ્થાનિક વેપારો, કળાની પહોંચ વધારવાનો અને સ્થાનિક લોકોમાં કુશળતા વધારવાનો છે. એમાં હસ્તકળાઓ, ફૂડ પ્રોસેસિંગ, ઇજનેરી ચીજવસ્તુઓ, કાર્પેટ, રેડીમેડ વસ્ત્રો, લેધર ગૂડ્સ વગેરે સામેલ છે, જેથી વિદેશી ચલણમાં વધારો થવાની સાથે લોકોને રોજગારી પણ મળે છે.

 

NP/J.Khunt/RP


(Release ID: 1557576)