પ્રધાનમંત્રીનું કાર્યાલય
બીજી ઓક્ટોબરનાં રોજ પ્રધાનમંત્રી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે, સાફસફાઈ અને પુનઃપ્રાપ્ય ઊર્જા સાથે સંબંધિત કાર્યક્રમોમાં હાજર રહેશે
Posted On:
01 OCT 2018 8:00PM by PIB Ahmedabad
ગાંધી જયંતિનાં રોજ પ્રધાનમંત્રી સ્વચ્છતા અને પુનઃપ્રાપ્ય ઊર્જા સાથે સંબંધિત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
શ્રી નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબર, 2018નાં રોજ રાજઘાટ પર મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરશે. આજથી દેશભરમાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી શરૂ થશે. પ્રધાનમંત્રી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે વિજય ઘાટની મુલાકાત પણ લશે અને ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરશે.
તેઓ રાષ્ટ્રપતિ ભવનનાં કલ્ચરલ સેન્ટરમાં મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સેનિટેશન કન્વેન્શન (એમજીઆઇએસસી)નાં સમાપન સત્રમાં હાજરી આપશે. એમજીઆઇએસસી 4 દિવસની આંતરરાષ્ટ્રીય પરિષદ છે, જેમાં દુનિયાભરનાં WASH (water, sanitation and hygiene – પાણી, સાફસફાઈ અને સ્વચ્છતા) સાથે સંબંધિત સ્વચ્છતા મંત્રીઓ અને અન્ય આગેવાનો એકમંચ પર એકત્ર થયા છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મિનિ ડિજિટલ પ્રદર્શનની મુલાકાત લેશે. તેમની સાથે સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ શ્રી એન્ટોનિયો ગુટેરેજ઼ હશે. મહાનુભાવો મંચ પર મહાત્મા ગાંધીની યાદમાં પોસ્ટેજ સ્ટેમ્પનું બહાર પાડશે તેમજ મહાત્મા ગાંધીનું મનપસંદ ભજન “વૈષ્ણવ જન”ની સંગીતમય સીડીનું વિમોચન કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી ઉપસ્થિત લોકોને સંબોધન કરશે.
પ્રધાનમંત્રી સાંજે વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની પ્રથમ સભાનું ઉદ્ઘાટન કરશે. આ જ કાર્યક્રમમાં બીજી આઇઓઆરએ પુનઃપ્રાપ્ય ઊર્જાની મંત્રીમંડળીય બેઠક અને બીજી ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ (રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્ષ્પો)નું ઉદઘાટન કરશે. સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ શ્રી એન્ટોનિયો ગુટેરેજ઼ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી આ બેઠકને સંબોધન કરશે.
RP
(Release ID: 1548230)