પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ દિલ્હીની એક શાળામાં શ્રમદાન કરીને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં ભાગ લીધો

Posted On: 15 SEP 2018 2:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીની એક શાળામાં શ્રમદાન કરીને સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સામેલ થયાં હતાં.

દેશભરનાં 17 સ્થળો પરથી સમાજનાં વિવિધ વર્ગનાં આગેવાનો સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે વાર્તાલાપ કર્યા બાદ તેમણે અભિયાનનો શુભારંભ કર્યો હતો. પ્રધાનમંત્રી મધ્ય દિલ્હીમાં રાણી ઝાંસી રોડ પર સ્થિત બાબાસાહેબ આંબેડકર ઉત્તતર માધ્યમિક શાળએ પહોંચ્યાં હતાં. તેમણે બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયાં હતાં. તેમણે શાળાનાં વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી તથા સ્વચ્છતા માટે તેમનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રી પરંપરાગત પ્રોટોકોલ વિના સામાન્ય ટ્રાફિકમાં શાળા સુધી પહોંચ્યા હતાં અને પરત ફર્યા હતાં. આ મુલાકાત માટે કોઈ ખાસ ટ્રાફિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી નહોતી.

આ શાળનું પરિસર 1946માં ડૉ. આંબેડકરે ખરીદ્યું હતું, જેનો ઉદ્દેશ અનુસૂચિત જાતિઓની શૈક્ષણિક, આર્થિક અને સામાજિક સુખાકારીને આગળ વધારવાનો હતો.

 

RP



(Release ID: 1546245) Visitor Counter : 125