મંત્રીમંડળ

મંત્રીમંડળે નવી અમ્બ્રેલા યોજના “પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન” (પીએમ-આશા)ને મંજૂરી આપી


પીએમ-આશા ખેડૂતોને સુનિશ્ચિત એમએસપી પ્રદાન કરશે


આ અભિયાન ‘અન્નદાતા’ પ્રત્યે સરકારની કટિબદ્ધતાનું પ્રતિબિંબ છે

Posted On: 12 SEP 2018 4:24PM by PIB Ahmedabad

 

સરકારની ખેડૂત તરફી પહેલોને મોટું પ્રોત્સાહન આપવા તથા અન્નદાતા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નવી અમ્બ્રેલા યોજના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન’ (પીએમ-આશા)ને મંજૂરી આપવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ વર્ષ 2018 માટે કેન્દ્રીય બજેટમાં ખેડૂતોને તેમનાં ઉત્પાદન માટે જાહેર કરવામાં આવેલી વળતરદાયી કિંમતો સુનિશ્ચિત કરવાનો છે.

ભારત સરકારનું આ અભૂતપૂર્વ પગલું ખેડૂતોની આવકને સંરક્ષિત કરવાનું છે, જે લાંબા ગાળે ખેકડૂતોનાં કલ્યાણ માટેનો માર્ગ મોકળો કરશે એવી અપેક્ષા છે. સરકારે ઉત્પાદન ખર્ચનાં દોઢ ગણાનાં સિદ્ધાંતને અનુસરીને ખરીફ પાકો માટે એમએસપી (લઘુતમ ટેકાનાં ભાવ) વધાર્યા છે. એમએસપીમાં વધારો કરવાથી રાજ્ય સરકારો સાથે સહયોગ થકી ખરીદ વ્યવસ્થા સુનિશ્ચિત કરીને ખેડૂતોની આવકમાં પરિવર્તિત થશે એવી અપેક્ષા છે.

પીએમ-આશાનાં ઘટકોઃ

નવી અમ્બ્રેલા યોજનામાં ખેડૂતોને વળતરદાયક અને લાભદાયક કિંમતો સુનિશ્ચિત કરવાની વ્યવસ્થા સામેલ છે જે આ મુજબ છે -

  • મૂલ્ય સમર્થન યોજના (પીએસએસ),
  • મૂલ્ય ન્યૂનતા ચૂકવણી યોજના (પીડીપીએસ)
  • પાયલોટ ઑફ પ્રાઇવેટ પ્રોક્યરમેન્ટ એન્ડ સ્ટોકિસ્ટ યોજના (પીપીપીએસ).

ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ (ડીએફપીડી)ની ડાંગર, ઘઉં અને પોષક-અનાજો/જાડાં અનાજોની ખરીદી માટે અન્ય હાલની યોજનાઓ તથા ટેક્સટાઇલ મંત્રાલયની કપાસ અને શણની ખરીદી માટે અન્ય યોજનાઓ આ પાકો માટે ખેડૂતોને એમએસપી પ્રદાન કરવાનું જાળવી રાખશે.

મંત્રીમંડળે એવો નિર્ણય પણ કર્યો છે કે ખરીદીની કામગીરીમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી પ્રાયોગિક ધોરણે હાથ ધરવાની જરૂર છે, જેથી ખરીદીની કામગીરીમાં ખાનગી ભાગીદારીની કામગીરીનાં મૂળભૂત શિક્ષણને આધારે વધારો થઈ શકે છે. એટલે આ પીડીપીએસમાં વધારો છે.

 

તેલીબિયા માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યો પાસે પસંદગીનાં જિલ્લા/જિલ્લાની એપીએમસીમાં પ્રાયોગિક ધોરણે પ્રાઇવેટ પ્રોક્યરમેન્ટ સ્ટોકિસ્ટ સ્કીમ (પીપીએસએસ) શરૂ કરવાનો વિકલ્પ છે, જેમાં ખાનગી સ્ટોકિસ્ટની ભાગીદારી સંકળાયેલી છે. પ્રાયોગિક તબક્કા માટે પસંદ કરવામાં આવેલા જિલ્લા/જિલ્લાનાં પસંદ કરેલાં એપીએમસીને તેલીબિયાનાં એક કે વધારે પાક માટે આવરી લેવામાં આવશે, જે માટે એમએસપી સૂચિત કરવામાં આવી છે. આ પીએસએસ જેવી હોવાથી તેમજ સૂચિત કોમોડિટીની ભૌતિક ખરીદી સંકળાયેલી હોવાથી આ પ્રાયોગિક ધોરણે પસંદ થયેલા જિલ્લાઓમાં પીએસએસ/પીડીપીએસનો વિકલ્પ બનશે.

પસંદ થયેલી ખાનગી એજન્સી પીપીએસએસની માર્ગદર્શિકાઓને અનુરૂપ નોંધણી કરેલા ખેડૂતો પાસેથી સૂચિત કરેલા સમયગાળા દરમિયાન સૂચિત કરેલા બજારોમાં એમએસપી પર કોમોડિટીની ખરીદી કરશે, જ્યારે કિંમતો બજારમાં સૂચિત કરેલી એમએસપીથી ઘટશે અને જ્યારે રાજ્ય સરકાર/કેન્દ્રશાસિત પ્રદેશની સરકાર બજારમાં પ્રવેશ માટે અધિકૃત કરશે તેમજ સૂચિત કરેલ એમએસપીનાં મહત્તમ 15 ટકા સુધી સેવા શુલ્ક લાગુ થશે.

ખર્ચ:

મંત્રીમંડળે વધારાની રૂ. 16,550 કરોડની સરકારી ગેરન્ટી આપવાનો નિર્ણય કર્યો છે, જેથી કુલ રૂ. 45,550 કરોડનો ખર્ચ થશે.

આ ઉપરાંત ખરીદીની કામગીરી માટે બજેટની જોગવાઈ પણ વધારવામાં આવી છે અને પીએમ-આશાનાં અમલીકરણ માટે રૂ. 15,053 કરોડ મંજૂર કરવામાં આવ્યાં છે. એટલે આ યોજના સરકારની કટિબદ્ધતાનું અને અમારી અન્નદાતાપ્રત્યેના સમર્પણનું પ્રતિબિંબ છે.

વિતેલા વર્ષનાં ગાળામાં ખરીદીઃ

નાણાકીય વર્ષ 2010-14 દરમિયાન કુલ ખરીદી ફક્ત રૂ. 3500 કરોડની હતી, જ્યારે નાણાકીય વર્ષ 2014-18 દરમિયાન કુલ ખરીદી 10 ગણી વધીને રૂ. 34,000 કરોડ થઈ હતી. વર્ષ 2010-14 દરમિયાન આ કૃષિગત કોમોડિટીની ખરીદી માટે સરકારી ગેરેન્ટી રૂ. 2500 કરોડ પ્રદાન કરવામાં આવી હતી, જેમાં ખર્ચ ફક્ત રૂ. 300 કરોડ હતો, જ્યારે વર્ષ 2014-18 દરમિયાન ગેરેન્ટીની રકમ રૂ. 1,000 કરોડનાં ખર્ચ સાથે વધીને રૂ. 29,000 કરોડ થઈ છે.

વિગત:

ભારત સરકાર કોઈ પણ સમસ્યાનું કામચલાઉ સમાધાન કરવાને બદલે સંપૂર્ણ અને કાયમી સમાધાન કરે છે. એમએસપીમાં વધારો પર્યાપ્ત નથી અને વધારે મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે ખેડૂતોને જાહેર થયેલી એમએસપીનો સંપૂર્ણ લાભ મળવો જોઈએ. આ માટે સરકારને ખ્યાલ આવ્યો છે કે જો કૃષિ ઉત્પાદન બજારની કિંમત એમએસપીથી ઓછી હોય, તો એવા કિસ્સામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે એમએસપી ખરીદી કરવી જોઈએ અથવા અન્ય કોઈ વ્યવસ્થા મારફતે ખેડૂતો માટે એમએસપી પ્રદાન થાય એ રીતે કામ કરવું જોઈએ. આ અભિગમ સાથે મંત્રીમંડળે એમ્બ્રેલા યોજના પીએમ-આશાને ત્રણ પેટાયોજનાઓ એટલે કે મૂલ્ય સમર્થન યોજના (પીએસએસ), મૂલ્ય ન્યૂનતા ચૂકવણી યોજન (પીડીપીએસ) અને પાયલોટ ઑફ પ્રાઇવેટ પ્રોક્યરમેન્ટ એન્ડ સ્ટોકિસ્ટ યોજના (પીડીપીએસ)ને મંજૂરી આપી છે.

મૂલ્ય સમર્થન યોજના (પીએસએસ)માં અનાજ-કઠોળ, તેલીબિયા અને કોપરાની ભૌતિક ખરીદી રાજ્ય સરકારોની સક્રિય ભૂમિકા સાથે કેન્દ્ર સરકારની નોડલ એજન્સીઓ કરશે. નાફેડ ઉપરાંત ફૂડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (એફસીઆઈ) રાજ્યો/જિલ્લાઓમાં પીએસએસ કામગીરી હાથ ધરશે. ખરીદીને કારણે ખર્ચ અને નુકસાન નિયમો મુજબ કેન્દ્ર સરકાર દ્વારા વહન કરવામાં આવશે.

મૂલ્ય ન્યૂનતા ચૂકવણી યોજના (પીડીપીએસ) હેઠળ તમામ તેલીબિયાને આવરી લેવાની દરખાસ્ત છે, જેનાં માટે એમએસપી સૂચિત કરવામાં આવ્યાં છે. એમએસપી અને વિક્રેતા/મોડલ કિંમત વચ્ચે ફરકની આ સીધી ચુકવણી અગાઉથી નોંધાયેલા ખેડૂતોને કરવામાં આવશે, જેમણે હરાજીની પારદર્શક પ્રક્રિયા મારફતે નિયુક્ત માર્કેટ યાર્ડમાં તેમનાં ઉત્પાદનોનું વેચાણ કર્યું છે. તમામ ચુકવણી ખેડૂતોની નોંધાયેલા બેંક ખાતામાં સીધી કરવામાં આવશે. આ યોજનામાં વિવિધ પાકની કોઈ ભૌતિક ખરીદી સંકળાયેલી નથી, કારણ કે ખેડૂતોને એમએસપીની કિંમત અને સૂચિત બજારમાં વેચાણ પર વેચાણ/મોડલ પ્રાઇસ વચ્ચેનો ફરક ચુકવવામાં આવે છે. પીડીપીએસ માટે કેન્દ્ર સરકારનો ટેકો નિયમ મુજબ આપવામાં આવશે.

સરકારની ખેડૂતો તરફી પહેલ:

સરકાર વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનાં વિઝને સાકાર કરવા કટિબદ્ધ છે. આ માટે ઉત્પાદકતા વધારવા, વાવેતરનો ખર્ચ ઘટાડવા અને બજારનાં માળખા સહિત લણણી પછીની વ્યવસ્થાને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. બજાર સાથે સંબંધિત કેટલાંક સુધારાની શરૂઆત થઈ છે. એમાં મોડલ કૃષિ ઉત્પાદન અને અનાજ વેચાણ ધારો, 2017 અને મોડલ કોન્ટ્રાક્ટ કૃષિ અને સેવા ધારો, 2018 સામેલ છે. ઘણાં રાજ્યોએ કાયદા મારફતે એનો સ્વીકાર કરવા પગલાં લીધા છે.

નવા બજારનાં માળખા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે, જેથી સુનિશ્ચિત થાય છે કે ખેડૂતોને તેમનાં ઉત્પાદન પર વળતરદાયક કિંમતો મળે. આમાં ગ્રામીણ કૃષિ બજારો (GrAMs)ની સ્થાપના સામેલ છે, જેથી ખેતરની આસપાસ 22,000 રિટેલ બજારોને પ્રોત્સાહન મળશે, ઇનામ મારફતે એપીએમસીમાં સ્પર્ધાત્મક અને પારદર્શક જથ્થાબંધ વેચાણ થશે તથા મજબૂત અને ખેડૂતોતરફી નિકાસ નીતિ સ્થાપિત થશે.

આ ઉપરાંત ખેડૂતો તરફી અન્ય કેટલીક પહેલો લેવામાં આવી છે, જેમ કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પરંપરાગત કૃષિ વિકાસ યોજના અને સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ. ખેડૂતોનાં કલ્યાણ માટે કટિબદ્ધતા વાવેતરનાં ખર્ચ કરતાં દોઢ ગણી કિંમતની ફોર્મ્યુલાને આધારે લઘુતમ ટેકાનાં ભાવની જાહેરાતનાં અભૂતપૂર્વ નિર્ણયમાં પ્રતિબિંબિત થાય છે.

 

RP



(Release ID: 1545939) Visitor Counter : 468