મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને માલ્ટા વચ્ચે પ્રવાસન ક્ષેત્રમાં સહયોગ મજબૂત બનાવવા અંગેના સમજૂતી કરારને મંજૂરી આપી

Posted On: 12 SEP 2018 4:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ભારત અને માલ્ટા વચ્ચે પ્રવાસન ક્ષેત્રના સહયોગને મજબૂત બનાવવા અંગેના સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવા મંજૂરી આપી હતી. માલ્ટાના ઉપરાષ્ટ્રપતિની આગામી મુલાકાત દરમિયાન સમજુતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે.

મુખ્ય લાક્ષણિકતાઓ:

સમજૂતી કરારના મુખ્ય ઉદ્દેશ્યો મુજબ છે:

  • બંને દેશોમાં પ્રવાસન ઉદ્યોગના ગુણવત્તા સભર સ્થળોને પ્રોત્સાહન આપવું;
  • ભારત અને માલ્ટાની સરહદોના માધ્યમથી સમગ્ર વિશ્વમાંથી બંને દેશોમાં પ્રવાસીઓના આગમનને વધારવું;
  • બંને દેશોમાં પ્રવાસન અને પ્રવાસનને લગતા ઉદ્યોગોમાં માનવ સંસાધન વિકાસને પ્રોત્સાહન આપવું;
  • સંતુલિત પ્રવાસનના વિકાસ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગના માધ્યમથી નવા પ્રવાસનમાં યોગદાન આપવું, પ્રસ્તાવ દ્વારા ખાસ કરીને કુદરતી અને મૂર્ત તથા અમૂર્ત સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવું; અને
  • બાબતને સમજવી કે પ્રવાસન બે દેશના લોકો વચ્ચે સંબંધ વિકસાવવાનું એક માધ્યમ છે.

ફાયદાઓ:

સમજૂતી કરાર બંને પક્ષોને પ્રવાસન ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે સંસ્થાગત માળખું તૈયાર કરવા માટે સહાયભૂત બનશે. તે ભારતને માલ્ટામાંથી આવતા વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે પણ મદદરૂપ બનશે. આખરે તે આર્થિક વિકાસ અને રોજગારી નિર્માણમાં પરિણમશે.

સમજૂતી કરાર બૃહદ માળખામાં અને સહયોગના ક્ષેત્રની અંદર તમામ હિતધારકોના પારસ્પરિક હિત માટે લાંબા ગાળાના પ્રવાસન સહયોગ માટે એક સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરશે. તે એવા પગલાઓ કે જે તેના ઉદ્દેશ્યોને પુરા કરશે તેમના અમલીકરણ કરવા માટે શ્રેષ્ઠ પદ્ધતિઓની રચના પણ કરશે.

NP/J.Khunt/GP/RP



(Release ID: 1545821) Visitor Counter : 111