પ્રધાનમંત્રીનું કાર્યાલય

શ્રીલંકાનાં સાંસદોએ પ્રધાનમંત્રીની મુલાકાત લીધી

Posted On: 10 SEP 2018 2:20PM by PIB Ahmedabad

શ્રીલંકાનાં સાંસદસભ્યોનું એક પ્રતિનિધિમંડળ આજે પ્રધાનમંત્રીને મળ્યું હતું. શ્રીલંકાની સંસદનાં અધ્યક્ષ મહામહિમ શ્રી કારુ જયસૂર્યાનાં નેતૃત્વમાં આ બહુપક્ષીય પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રી સાથે બેઠક કરી હતી.

સાંસદોએ ભારત અને શ્રીલંકા વચ્ચે ઐતિહાસિક સંબંધો તથા સહિયારા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને યાદ કર્યો હતો તેમજ છેલ્લાં થોડાં વર્ષોમાં બંને દેશો વચ્ચે મજબૂત થયેલા સંબંધોની પ્રશંસા કરી હતી. તેમણે શ્રીલંકામાં ભારતની સહાય સાથે હાથ ધરવામાં આવેલા ઘણાં જનકેન્દ્રિત વિકાસ સહકાર પરિયોજનાઓનાં ફાયદાની નોંધ પણ લીધી હતી. તેમણે સહમતિ દાખવી હતી કે સંયુક્ત આર્થિક પરિયોજનાઓનો ઝડપી અમલ કરવાથી બંને દેશોનાં લોકોને આર્થિક લાભ થશે.

પ્રધાનમંત્રીએ પ્રતિનિધિમંડળને આવકાર આપ્યો હતો અને આ પ્રકારનાં જોડાણનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, બંને દેશોની પ્રાંતિય વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓ વચ્ચે સંબંધો વધારવા માટે હાથ ધરવામાં આવેલી નવી પહેલોથી લોકો વચ્ચેનું જોડાણ વધારે ગાઢ બનશે અને વિશ્વાસ વધશે.

 

 

NP/J.KHUNT/GP/RP



(Release ID: 1545515) Visitor Counter : 141