મંત્રીમંડળ

મંત્રીમંડળે ICMR અને ફ્રાન્સના INSERM વચ્ચેના સમજૂતિ કરારોને મંજૂરી આપી

Posted On: 13 JUN 2018 6:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકને ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડીકલ રીસર્ચ (આઈસીએમઆર) અને ફ્રાન્સના ઇન્સ્ટીટયુટ નેશનલ દે લા સાંતિત દે લા રિસર્ચે મેડીકાલે (આઇએનઈઆરએમ) વચ્ચે માર્ચ 2018માં હસ્તાક્ષર કરવામાં આવેલ સમજૂતિ કરારો (એમઓયુ) બાબતે માહિતી આપવામાં આવી હતી.

વિશેષતાઓ :

આ સમજૂતિનો ઉદ્દેશ મેડીકલ, જૈવ વિજ્ઞાન અને સ્વાસ્થ્ય સંશોધન ક્ષેત્રે પારસ્પરિક હિત માટે સહયોગ આપવાનો છે. બંને પક્ષોની વધુ સારી વૈજ્ઞાનિક પદ્ધતિઓના આધાર પર બંને દેશોની વચ્ચે નીચે મુજબના ક્ષેત્રો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા અંગે સહમતી સાધવામાં આવી:

  1. ડાયાબિટિસ અને મેટાબોલીક વિકાર,
  2. જીન એડીટીંગ ટેકનોલોજીના નીતિશાસ્ત્ર અને નિયામક મુદ્દાઓ ઉપર કેન્દ્રિત જૈવિક નૈતિકતા
  3. દુર્લભ બીમારીઓ; અને
  4. બંને પક્ષો વચ્ચે ચર્ચા બાદ પારસ્પરિક હિતના અન્ય ક્ષેત્રો પર વિચાર કરવામાં આવશે

આ સમજૂતિ વડે આઈસીએમઆર અને આઈએનએસઈઆરએમની વચ્ચે આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ સહયોગના માળખા અંતર્ગત પારસ્પરિક હિતના ક્ષેત્રોમાં સંબંધો વધુ મજબુત બનશે. બંને પક્ષોની વૈજ્ઞાનિક ઉત્કૃષ્ટતા વડે ચોક્કસ ક્ષેત્રોમાં સ્વાસ્થ્ય સંશોધન પર સફળ કાર્ય કરવામાં મદદ મળશે.

 

NP/RP



(Release ID: 1535415) Visitor Counter : 94