પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી આવતીકાલે યુવા નવપ્રવર્તકો અને સ્ટાર્ટ અપ ઉદ્યોગસાહસિકો સાથે વાર્તાલાપ કરશે

Posted On: 05 JUN 2018 5:35PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે યુવાન નવપ્રવર્તકો અને સ્ટાર્ટ અપના ઉદ્યોગસાહસિકો સાથેની ચર્ચામાં ભાગ લેશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે “આવતીકાલે સવારે 9:30 વાગ્યે હું સ્ટાર્ટ અપ અને નવીનીકરણ જગતના યુવાનો સાથેની ઉત્સાહપૂર્ણ ચર્ચામાં ભાગ લઈશ. આ વાર્તાલાપ દ્વારા મને યુવા નવપ્રવર્તકો કે જેમણે સ્ટાર્ટ અપ ઉદ્યોગસાહસિકો તરીકે સફળતા મેળવી છે તેમની સાથે સીધો સંવાદ કરવાનો અનન્ય અવસર પ્રાપ્ત થશે.

ભારત સ્ટાર્ટ અપ અને નવીનીકરણના એક કેન્દ્ર તરીકે વિકસ્યું છે. ભારતીય યુવાનોએ પોતાના દુરંદેશી દ્રષ્ટિકોણ અને કંઈક નવું કરવાની વિચારધારાના લીધે પોતાની જાતને સૌથી અલગ તારવી છે. આવતીકાલના વાર્તાલાપમાં અગ્રણી ઇન્કયુબેશન કેન્દ્રો અને ટીંકરીંગ લેબના યુવાનો પણ ભાગ લેશે.

હું ખાસ કરીને યુવાન મિત્રોને વિનંતી કરીશ કે તેઓ આવતીકાલની ચર્ચામાં જોડાય. શીખવા માટેનો, વૃદ્ધિ કરવાનો અને પ્રેરણા પ્રાપ્ત કરવાનો આ એક અદભૂત માર્ગ છે. તમે નરેન્દ્ર મોદી મોબાઈલ એપ દ્વારા અથવા @DDNewsLive ના માધ્યમથી આ ચર્ચામાં ભાગ લઇ શકો છો. જો તમારી પાસે કોઈ વિચાર અથવા સૂચન હોય તો તેને સોશિયલ મીડિયા પર અવશ્ય શેર કરજો.”

 

RP



(Release ID: 1534479) Visitor Counter : 173