પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી વિશ્વ પર્યાવરણ દિવસના વૈશ્વિક સમારોહને સંબોધિત કરશે

Posted On: 04 JUN 2018 6:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે આવતીકાલે (જૂન 05, 2018) નવી દિલ્હીમાં વિશ્વ પર્યાવરણ દિવસ 2018ના વૈશ્વિક સમારોહને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે રાજપથ લૉનમાં આયોજિત એક પ્રદર્શનની પણ મુલાકાત લેશે.

આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસનો વિષય છે – બીટ પ્લાસ્ટિક પોલ્યૂશન એટલે કે પ્લાસ્ટિકનાં પ્રદૂષણને સમાપ્ત કરવું. ભારત વિશ્વ પર્યાવરણ દિવસના 43માં સંસ્કરણનો યજમાન દેશ છે. પર્યાવરણ મંત્રી, સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિ અને વિભિન્ન ઔધોગિક એકમોના સભ્યો તેમજ અનેક મહાનુભાવો આ સમારોહમાં સામેલ થશે.

પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમનાં 44માં સંસ્કરણમાં જણાવ્યું હતુ કે વિશ્વ પર્યાવરણ દિવસ સમારોહના અધિકૃત યજમાન હોવું, જળવાયુ પરિવર્તનની પરિસ્થિતિ સાથે જોડાયેલા મુદ્દાઓમાં ભારતની વધતી ભૂમિકાનું પ્રતીક છે.

 

RP



(Release ID: 1534338) Visitor Counter : 98