મંત્રીમંડળ

મંત્રીમંડળે સ્વાસ્થ્ય અને ચિકિત્સા ક્ષેત્રમાં ભારત અને સ્વાજીલેન્ડ વચ્ચે થયેલા સમજૂતી કરારને મંજૂરી આપી

Posted On: 16 MAY 2018 3:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા મંત્રીમંડળે ભારત અને સ્વાજીલેન્ડ વચ્ચે સ્વાસ્થ્ય અને ચિકિત્સા ક્ષેત્રમાં સહયોગ પર સમજૂતી કરાર માટે કાર્યોત્તર મંજૂરી આપી છે. આ સમજૂતી પર 9 એપ્રિલ, 2018ના રોજ હસ્તાક્ષર થયા હતા.

સમજૂતી સહયોગમાં નીચે જણાવેલ ક્ષેત્રોનો સમાવેશ થાય છે :-

i)             દવા અને ઔષધિય ક્ષેત્રનાં ઉત્પાદનો;

ii)            તબીબી ઉપભોક્તા ઉત્પાદનો;

iii)           તબીબી સંશોધન;

iv)           તબીબી સાધનો;

v)            જાહેર આરોગ્ય;

vi)           ચેપી રોગ નિયંત્રણ અને દેખભાળ;

vii)          આરોગ્ય પ્રવાસન; અને

viii)         પારસ્પરિક હિતનાં કોઈપણ અન્ય ક્ષેત્ર.

 

આ સમજૂતીને આગળ વધારવા અને તેના અમલીકરણ પર દેખરેખ રાખવા માટે કાર્યકારી સમિતિની સ્થાપના કરવામાં આવશે.

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1532355) Visitor Counter : 83