માહિતી અને પ્રસારણ મંત્રાલય

શ્રી સિતાંશુ કારે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોના મહાનિદેશક તરીકે કાર્યભાર સંભાળ્યો

Posted On: 01 MAY 2018 8:18PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 01-05-2018

 

1983 બેચના ભારતીય સૂચના સેવા (આઈઆઈએસ)ના અધિકારી શ્રી સિતાંશુ કારે 1 મે, 2018ના રોજ ભારત સરકારના 27માં મુખ્ય પ્રવક્તા અને પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોના મહાનિદેશક તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેમણે 30 એપ્રિલના રોજ નિવૃત્ત થયેલા શ્રી ફ્રેન્ક નોરોન્હાની જગ્યાએ પદભાર સંભાળ્યો.

તેમની 35 વર્ષની કારકિર્દીમાં શ્રી કારે માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં મહત્વના પદો પર કામ કર્યું છે.

મસૂરીની લાલ બહાદૂર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમીમાં ફાઊન્ડેશન કોર્સ અને નવી દિલ્હીની ભારતીય જન સંચાર સંસ્થામાં ઓરિએન્ટેશન કોર્સ કર્યા બાદ તેઓ ટૂંક સમય માટે ઓલ ઈન્ડિયા રેડીયોના સમાચાર વિભાગમાં જોડાયા અને ત્યાંથી દૂરદર્શનના સમાચાર વિભાગમાં જોડાયા. તેમણે લગભગ 17 વર્ષ આ માધ્યમમાં કામ કર્યું અને તેના વિકાસમાં મહત્વનો ભાગ ભજવ્યો. 1988માં તેઓ વૈશ્વિક સ્પર્ધામાં લંડનની વિસન્યૂઝ ફેલોશિપ જીતનાર પ્રથમ ભારતીય બન્યા તેમજ અગ્રણી બ્રોડકાસ્ટર્સ દ્વારા ટેલિવિઝન સમાચારોના નિર્માણ માટે વાપરવામાં આવતી અત્યાધુનિક ટેકનોલોજીનો અનુભવ મેળવવા યુરોપ અને ઉત્તર અમેરિકાની મુલાકાત લીધી.

શ્રી કાર 2003માં પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોમાં જોડાયા. તેમણે અહીં મહત્વના મંત્રાલયો જેવા કે પર્યાવરણ અને વન, ગ્રામીણ વિકાસ, માનવ સંસાધન વિકાસ મંત્રાલય, વિજ્ઞાન અને ટેકનોલોજી, અણુ ઉર્જા અને અવકાશના પ્રચાર-પ્રસારમાં મહત્વનો ભાગ ભજવ્યો. ત્યારબાદ 2005માં તેઓ રક્ષા મંત્રાલયના જનસંપર્ક નિદેશાલયમાં જોડાયા.

તેઓ એક સાથે એક દશક કરતા વધુ સમય માટે રક્ષા મંત્રાલયના પ્રવક્તા તરીકે સેવા આપવાનું ગૌરવ ધરાવે છે.

ડિસેમ્બર, 2015માં તેઓની ઓલ ઈન્ડિયા રેડિયોના મહાનિદેશક તરીકે નિયુક્તિ કરવામાં આવી.

શ્રીમાન કાર ભુવનેશ્વરની બીજેબી કોલેજમાંથી હ્યુમેનિટીઝમાં સ્નાતક થયા અને ઉત્કલ વિશ્વ વિદ્યાલયમાં પોલીટીકલ સાયન્સમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો. તેમણે દિલ્હી વિશ્વ વિદ્યાલયમાંથી પોલિટીકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અને ચાઈનીઝ અને જાપાનીઝ સ્ટડીઝમાં એમ. ફીલની ડિગ્રી પ્રાપ્ત કરી છે.

NP/J.Khunt/GP                                        


(Release ID: 1531177) Visitor Counter : 215


Read this release in: English , Tamil , Malayalam