પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીની સ્ટૉકહોમ મુલાકાત દરમિયાન હસ્તાક્ષર તથા આદાન-પ્રદાન કરવામાં આવેલા સમજૂતી કરારો અને સંધિઓની યાદી (એપ્રિલ 16-17, 2018)

Posted On: 17 APR 2018 10:46PM by PIB Ahmedabad

ભારત અને સ્વીડન વચ્ચે થયેલ સમજૂતી કરારો/સંધિઓ

ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય તથા ઉદ્યોગ અને નવીનીકરણ મંત્રાલય વચ્ચે સંતુલિત ભવિષ્ય માટે ભારત સ્વીડન નવીનીકરણ ભાગીદારી પર સંયુક્ત જાહેરનામું

ભારત અને ડેન્માર્ક વચ્ચે સમજૂતી કરારો/સંધિઓ

  • સંતુલિત અને સ્માર્ટ શહેરી વિકાસના ક્ષેત્રમાં સહકાર સાધવા માટે ભારતના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય તેમજ ડેન્માર્કનાં ઉદ્યોગ, વ્યાપાર અને નાણાકીય બાબતોના મંત્રાલય વચ્ચે સમજૂતી કરારો.
  • પશુ પાલન અને ડેરી ઉદ્યોગના ક્ષેત્રમાં સહકાર સાધવા માટે પશુ પાલન, ડેરી અને મત્સ્ય ઉદ્યોગ વિભાગ, ભારતનાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય તેમજ ડેનીશ પશુ ચિકિત્સા અને ખાદ્ય પ્રશાસન તથા ડેન્માર્કના પર્યાવરણ અને ખાદ્યાન્ન મંત્રાલય વચ્ચે સમજૂતી કરારો.
  • ખાદ્યાન્ન સુરક્ષા સહયોગ પર ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ તેમજ ડેનીશ પશુ ચિકિત્સા અને ખાદ્ય પ્રશાસન વચ્ચે સમજૂતી કરારો.
  • કૃષિ સંશોધન અને શિક્ષણ પર સહકાર માટે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ અને ડેનમાર્કની કોપનહેગન યુનિવર્સિટીની વિજ્ઞાન વિદ્યાશાખા વચ્ચે સમજૂતી કરારો.

ભારત અને આઇસલેન્ડ વચ્ચે સમજૂતી કરારો/ સંધિઓ

  • હિન્દી ભાષા માટે એક આઈસીસીઆર ચેરની સ્થાપના કરવા માટે ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ અને આઇસલેન્ડ યુનિવર્સિટી વચ્ચે સમજુતી કરારો.

 NP/J.Khunt/RP



(Release ID: 1529566) Visitor Counter : 156