મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને કેનેડા વચ્ચે સંશોધનમાં નિપુણતા અને ઉદ્યોગ શિક્ષણ સહયોગ પર કેન્દ્રીત સરહદ પારની ભાગીદારીને વધારવા માટેના સમજુતી કરારને સહમતી આપી

Posted On: 04 APR 2018 7:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને કેનેડા વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવેલા સમજુતી કરારો (એમઓયુ)ને સહમતી આપી દીધી છે. આ એમઓયુ પર નવી દિલ્હીમાં 21મી ફેબ્રુઆરી, 2018ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ સમજૂતિ કરારો ભારત અને કેનેડા વચ્ચે સંશોધન નિપુણતા અને ઉદ્યોગ શિક્ષણ સહયોગ પર આધારિત સરહદ પારની ભાગીદારી કે જે બંને દેશોમાં મજબુત નવીનીકરણ ધરાવતા ફાયદાઓનું નિર્માણ કરશે તેની પર આધારિત છે.

પ્રતિભાની ગતિશીલતાના માધ્યમથી સહયોગ વધારવો એ આ ભાગીદારીમાં કેન્દ્ર સ્થાને છે. આ સમજૂતિ કરારો ભારતીય અને કેનેડીયન સંશોધકોને સ્નાતક સ્તરના શૈક્ષણિક સંશોધનોની ગતિશીલતા અને સરહદ પારની ઉદ્યોગને લગતા શૈક્ષણિક સહયોગ હાથ ધરવા માટે સક્ષમ બનાવે છે. સ્નાતક કક્ષાના શૈક્ષણિક સંશોધન ગતિશીલ કાર્યક્રમ અંતર્ગત વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જીનીયરીંગ અને મેથેમેટિક્સ (સ્ટેમ)નાં ક્ષેત્રોમાં ભારતમાં પસંદ કરાયેલ યુનિવર્સિટીઓમાંથી ત્રણ વર્ષના સમયગાળામાં 110 અનુસ્નાતક અને પીએચડીના વિદ્યાર્થીઓને કેનેડીયન યુનિવર્સિટી રીસર્ચ લેબોરેટરીમાંથી 12 થી 24 અઠવાડિયાના સંશોધન કાર્યક્રમમાં ભાગ લેવા બંને પક્ષો સહકાર આપવાની ઈચ્છા ધરાવે છે. કેનેડીયન યુનિવર્સિટીઓમાંથી પણ તેટલી જ સંખ્યામાં સંશોધકો લાયકાત ધરાવતી ભારતીય યુનિવર્સિટીઓની રીસર્ચ લેબોરેટરીમાં 12 થી 24 અઠવાડિયાના સંશોધનમાં ભાગ લેશે. સરહદ પારના ઉદ્યોગ શૈક્ષણિક સહયોગ અંતર્ગત બંને બાજુએથી 40 અનુસ્નાતક અને પીએચડી વિદ્યાર્થી સંશોધકો ત્રણ વર્ષમાં ભાગીદાર દેશના ઔદ્યોગિક ભાગીદાર સાથે મળીને 16 થી 24 અઠવાડિયાના સંશોધન કાર્યક્રમમાં ભાગ લેશે.

આ સહયોગ નવા જ્ઞાન નિર્માણ, સંયુક્ત વૈજ્ઞાનિક પ્રકાશનો, ઔદ્યોગિક વસ્તરણ, આઈપી જનરેશન વગેરે જેવા ક્ષેત્રો તરફ દોરી જવાની આશા સેવે છે. આ સમજૂતિ કરાર આગળ જતા કેનેડા સાથે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનીકરણના ક્ષેત્રોમાં લાંબા સમયના સંબંધોને વધુ મજબુત કરશે.

 

RP



(Release ID: 1527783) Visitor Counter : 67


Read this release in: English , Marathi , Tamil