મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને ઈરાન વચ્ચે વ્યાપાર માટેના ઉપચારાત્મક પગલાઓ ઉપર એક નિષ્ણાંત જૂથની રચના કરવા માટેના સમજૂતી કરારોને મંજુરી આપી.

Posted On: 04 APR 2018 7:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત અને ઈરાન વચ્ચે પરસ્પર હિતનાં ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે વ્યાપારી ઉપચારાત્મક પગલાઓ પર એક નિષ્ણાંત જૂથની રચના કરવા માટેના સમજુતી કરારો (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કરવાની પૂર્વવર્તી મંજુરી આપી હતી. આ એમઓયુ પર ઈરાનનાં રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન 17 ફેબ્રુઆરી, 2018ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ એમઓયુ વ્યાપારી ઉપચારાત્મક ક્ષેત્રો જેવા કે માહિતીનાં આદાન-પ્રદાન, ક્ષમતા નિર્માણ પ્રવૃત્તિઓ, એન્ટી ડમ્પિંગ અને પ્રતિકારી શુલ્કને લગતી તપાસમાં સહયોગ વગેરેમાં બંને દેશો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપશે.

 

RP



(Release ID: 1527779) Visitor Counter : 118


Read this release in: English , Marathi , Assamese , Tamil