મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રીના નકલી લેટરહેડને જપ્ત કરાયા
प्रविष्टि तिथि:
27 MAR 2018 2:27PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 27-03-2018
કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રી શ્રીમતી મેનકા સંજય ગાંધીએ એ સમાચાર અહેવાલને ગંભીરતાથી લીધા છે, જેમાં જણાવાયું છે કે સોમવારના રોજ બરેલીમાં બે પશુ-તસ્કરો પાસેથી માનનીય મંત્રીના નકલી લેટરહેડ જપ્ત કરાયા છે.
આરોપીઓને સ્થાનિક પોલીસે પશુઓની ગેરકાયદેસર રીતે તસ્કરી કરતા તેમની ધરપકડ કરી છે. તેમણે નકલી લેટરપેડ અને વરિષ્ઠ અધિકારીઓના સિક્કા પણ જપ્ત કર્યા છે.
શ્રીમતી ગાંધીએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે આ રીતના કોઈપણ પત્ર કોઈપણ વ્યક્તિ અથવા કોઈપણ સંસ્થાએ બહાર પાડ્યા નથી. મેં હંમેશા પશુ કલ્યાણની તરફેણ કરી છે. મેં મારા લેટરહેડના માધ્યમથી કોઈપણ વ્યક્તિ અથવા કોઈપણ સંસ્થાને ક્યારેય પણ અધિકૃત નથી કરી કે તેઓ ગેરકાયદેસર રીતે પશુઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકે. બરેલી પોલિસે મને માહિતી આપી છે કે બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. માનનીય મંત્રીએ કહ્યું કે મેં આ આરોપીઓની સામે કડક પગલા લેવાનો આગ્રહ કર્યો છે.
NP/J.Khunt/GP
(रिलीज़ आईडी: 1526590)
आगंतुक पटल : 156