મંત્રીમંડળ

મંત્રીમંડળે કસ્ટમ સાથે સંબંધિત બાબતોમાં સહયોગ સ્થાપિત કરવા અને પારસ્પરિક વહીવટી સહાયતા પર ભારત અને જોર્ડન વચ્ચેની સમજૂતીને મંજૂરી આપી

Posted On: 28 FEB 2018 6:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળએ કસ્ટમ સાથે સંબંધિત મુદ્દાઓમાં સહયોગ સ્થાપિત કરવા અને પારસ્પરિક વહીવટી સહાયતા પર ભારત અને જોર્ડન વચ્ચેની સમજૂતીને મંજૂરી આપી હતી.

 

આ સમજૂતીથી કસ્ટમ સાથે સંબંધિત અપરાધોને અટકાવવા અને તેની તપાસ માટે ઉચિત સૂચના ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે. આ સમજૂતીથી બંને દેશો વચ્ચે વેપાર વધારવા અને વેપાર માટેની ચીજવસ્તુઓને ઝડપથી મંજૂરી મળવાની સંભાવના છે.

 

પૃષ્ઠભૂમિ:

 

આ સમજૂતી બંને દેશોનાં કસ્ટમ અધિકારીઓ વચ્ચે સૂચના અને સમજણને વહેંચવા માટે એક કાયદાકીય માળખું પ્રદાન કરશે તથા કસ્ટમ સાથે સંબંધિત કાયદાઓને ઉચિત રીતે લાગુ કરવા, કસ્ટમ સાથે સંબંધિત ગુનાખોરી અટકાવવા અને તેની તપાસ તેમજ કાયદેસર વેપારને સરળ બનાવવામાં મદદ કરશે. સમજૂતીનાં મુસદ્દામાં ભારતીય કસ્ટમની ચિંતાઓ અને જરૂરિયાતો, ખાસ કરીને કસ્ટમ મૂલ્યનાં ઔચિત્ય, દરનાં વર્ગીકરણ અને બંને દેશો વચ્ચે વેપાર થતી ચીજવસ્તુઓનાં ઉદ્ભવ વિશે સૂચનાઓનાં આદાન-પ્રદાનનાં ક્ષેત્રને ધ્યાનમાં રાખવામાં આવશે.


(Release ID: 1522224) Visitor Counter : 104
Read this release in: English , Urdu , Assamese , Tamil