શ્રમ અને રોજગાર મંત્રાલય

ઈપીએફઓ દ્વારા યૂએએન-આધારને જોડવા માટે નવી સુવિધા શરૂ

Posted On: 27 FEB 2018 10:54AM by PIB Ahmedabad

નવી દિલ્હી, 27-02-2018

 

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)એ ઉમંગ મોબાઈલ એપમાં ઈપીએફઓ લિંકનો ઉપયોગ કરી રહેલા સભ્યોની સુવિધા માટે યુએએન-આધારના જોડાણ માટે નવી સુવિધા શરૂ કરી છે. આ સુવિધા ઈપીએફઓની વેબસાઈટ www.epfindia.gov.in >> Online Services >> e-KYC Portal>> LINK UAN AADHAAR પર પહેલાથી જ ઉપલબ્ધ વર્તમાન વેબ સુવિધામાં સામેલ છે.

ઈ-કેવાયસી પોર્ટલ પર બાયોમેટ્રિક પરિચય પરિચય પત્રોનો ઉપયોગ કરીને યુએએનને આધાર સાથે ઓનલાઈન જોડવા માટે નવું ફિચર પણ ઉમેરી દેવાયું છે. ઉપરોક્ત સુવિધાનો ઉપયોગ કરતા ઈપીએફઓ સભ્ય પોતાનો યુએએનને આધાર સાથે આ પ્રકારે જોડી શકે છે :

ઉમંગ એપની સાથે આ સુવિધાનો ઉપયોગ કરવા માટે સભ્યે પોતાનો યુએએન આપવો પડશે. યુએએન રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલશે. ઓટીપીની ખરાઈ થઈ ગયા બાદ સભ્યએ આધારની વિગત આપવી પડશે અને જાતિની જાણકારી આપવી પડશે, (જ્યાં યૂએએનની સામે જાતિ સંબંધી જાણકારી ઉપલબ્ધ નથી.) એક અન્ય ઓટીપી આધાર નોંધણી માટે મોબાઈલ નંબર અથવા ઈમેઈલ પર મોકલવામાં આવશે. ઓટીપીની ખરાઈ બાદ આધાર યૂએએનની સાથે જોડાઈ જશે, જ્યાં યૂએએન અને આધારની વિગત સરખાવાશે.

ડિજીટલ ઈન્ડિયા તરફ આગળ વધતવાના ભાગરૂપે, ઈપીએફઓના સભ્યો દ્વારા વારસદારનું ફોર્મ ભરવા માટે ઈ-નામાંકન સુવિધા શરૂ કરાઈ છે. આ ઈપીએફઓ યુનિફાઈડ પોર્ટલ (https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/) પર ઉપલબ્ધ છે. કોઈપણ સભ્ય, જેણે આધારની સાથે યુએએનનું જોડાણ કરી દીધું છે. તે હવે આ સુવિધાનો લાભ લઈ શકે છે.

 

NP/J.khunt/GP                                                                                                                            



(Release ID: 1521931) Visitor Counter : 264


Read this release in: English , Urdu , Hindi , Tamil