પોસ્ટેડ ઓન:
29 NOV 2026 9:50AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના રામગઢ જિલ્લામાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી.
પ્રધાનમંત્રીએ પીએમએનઆરએફ તરફથી મૃતકોના પરિવારજનોને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000 ની સહાયની જાહેરાત કરી.
પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું કે;
"ઝારખંડના રામગઢ જિલ્લામાં થયેલા દુ:ખદ અકસ્માત વિશે જાણીને ખૂબ દુઃખ થયું. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.
SM/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com