પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના કોટા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રીએ પીએમએનઆરએફ તરફથી સહાયની જાહેરાત કરી

પોસ્ટેડ ઓન: 22 NOV 2026 10:55AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના કોટામાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે.

પ્રધાનમંત્રીએ પીએમએનઆરએફ (પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ) માંથી મૃતકોના પરિવારજનોને રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000 ની સહાયની જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી;

રાજસ્થાનના કોટામાં થયેલા દુ:ખદ અકસ્માતમાં જીવ ગુમાવવાના સમાચારથી ખૂબ દુઃખ થયું. આ દુઃખની ઘડીમાં મારી સંવેદનાઓ પીડિતોના પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.

PMNRFમાંથી જીવ ગુમાવનારાઓના પરિવારજનોને ₹2 લાખની સહાય આપવામાં આવશે. ઘાયલોને ₹50,000 આપવામાં આવશે: પ્રધાનમંત્રી @narendramodi

 

SM/NK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2339861) મુલાકાતી સંખ્યા : 5
આ રીલીઝ વાંચો: English , हिन्दी , Assamese