પોસ્ટેડ ઓન:
20 NOV 2026 10:46PM by PIB Ahmedabad
ડેટા વિશ્લેષણ અને ગુપ્તચર આધારિત દેખરેખના આધારે, એર કાર્ગો ઇમ્પોર્ટ, દિલ્હી કસ્ટમ્સના અધિકારીઓએ એર કાર્ગો કોમ્પ્લેક્સ, નવી દિલ્હી ખાતે કોકેઈનની દાણચોરી કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.
“બીન્સ ક્લોથ્સ” તરીકે જાહેર કરાયેલો અને એન્ટેબ્બે, યુગાન્ડાથી આવેલું આ કન્સાઈનમેન્ટ, તેના આગમન પછી ઘણા લાંબા સમય સુધી બિનદાવેદાર રહ્યો હતો. તેના ક્લિયરન્સ માટે કોઈ બિલ ઓફ એન્ટ્રી દાખલ કરવામાં આવી ન હતી.
તદનુસાર, એર કાર્ગો ઇમ્પોર્ટ, દિલ્હી કસ્ટમ્સના અધિકારીઓએ કન્સાઈનમેન્ટની વિગતવાર તપાસ કરી અને કાચા કઠોળ અને બીન્સની સાથે, માદક પદાર્થથી ભેળસેળ હોવાની શંકા ધરાવતું આશરે 1.975 Kg (કુલ વજન) કાપડ જપ્ત કર્યું હતું. કોકેઈન હોવાની શંકા ધરાવતો સફેદ પાવડર ધરાવતું 350 ગ્રામ (કુલ વજન) નું એક અલગ પેકેટ પણ જપ્ત કરવામાં આવ્યું હતું.

સફેદ પાવડરના પ્રાથમિક પરીક્ષણમાં કોકેઈનની હાજરી જણાઈ આવી હતી. કોકેઈન / NDPS પદાર્થ હોવાની શંકા ધરાવતું સફેદ પાવડર જેવો પદાર્થ ધરાવતું 1.975 kg ઇમ્પ્રેગ્નેટેડ / લેસ્ડ કાપડ સામગ્રી અને 350 ગ્રામનું પેકેટ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) એક્ટ, 1985 ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે.
જપ્ત કરાયેલા કોકેઈનની અંદાજિત સ્ટ્રીટ વેલ્યુ આશરે ₹5 કરોડ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તે પ્રતિ કિલોગ્રામ ₹10–15 કરોડ હોવાનો અંદાજ છે. વધુ તપાસ ચાલુ છે.
SM/NK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com