પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર 2026ના વિજેતાઓની જાહેરાત

પોસ્ટેડ ઓન: 20 NOV 2026 6:30PM by PIB Ahmedabad

મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળનો પશુપાલન અને ડેરી વિભાગ, વૈજ્ઞાનિક ઢબે સ્વદેશી ગૌવંશની જાતિઓના સંરક્ષણ અને વિકાસને પ્રોત્સાહન આપી રહ્યો છે. આ ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા માટે, વિભાગ દ્વારા ડિસેમ્બર 2014 માં “રાષ્ટ્રીય ગોકુલ મિશન” શરૂ કરવામાં આવ્યું હતું.

  1. આ પહેલના ભાગરૂપે, વિભાગે સ્વદેશી ગૌવંશની જાતિઓના સંરક્ષણ, વિકાસ અને સંવર્ધનમાં રોકાયેલા દૂધ ઉત્પાદક ખેડૂતો, ડેરી સહકારી મંડળીઓ/MPC/FPOs અને કૃત્રિમ બીજદાન ટેકનિશિયનો જેવા હિતધારકોના યોગદાનને માન્યતા આપવા અને પ્રોત્સાહિત કરવા માટે રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કારની સ્થાપના કરી છે. આ વર્ષે પણ નીચેની શ્રેણીઓ માટે રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર આપવામાં આવે છે:
  2. સ્વદેશી ગાય/ભેંસની જાતિઓનો ઉછેર કરતા શ્રેષ્ઠ ડેરી ખેડૂત.
  3. શ્રેષ્ઠ ડેરી સહકારી મંડળી / દૂધ ઉત્પાદક કંપની / ડેરી ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન.
  4. શ્રેષ્ઠ કૃત્રિમ બીજદાન ટેકનિશિયન.
  5. ઉત્તર પૂર્વીય ક્ષેત્ર અને હિમાલયન રાજ્યોમાં ડેરી વિકાસ પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા અને વેગ આપવા માટે આ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે વિશેષ પુરસ્કાર રાખવામાં આવ્યો છે.
  6. ઉપર દર્શાવેલ દરેક શ્રેણીમાં પહેલા, બીજા અને ત્રીજા ક્રમના વિજેતાઓને તેમજ ઉત્તર પૂર્વીય ક્ષેત્ર/હિમાલયન રાજ્યો માટે વિશેષ પુરસ્કાર સ્વરૂપે રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર 2026 એનાયત કરવામાં આવશે. રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર 2026 માં પ્રથમ બે શ્રેણીઓ એટલે કે શ્રેષ્ઠ ડેરી ખેડૂત અને શ્રેષ્ઠ DCS/FPO/MPCs માં નીચે મુજબ યોગ્યતા પ્રમાણપત્ર, સ્મૃતિચિહ્ન અને રોકડ પુરસ્કારનો સમાવેશ થાય છે:
  • રૂ. 5,00,000/- (ફક્ત પાંચ લાખ રૂપિયા) - 1લો ક્રમ
  • રૂ. 3,00,000/- (ફક્ત ત્રણ લાખ રૂપિયા) - 2જો ક્રમ
  • રૂ. 2,00,000/- (ફક્ત બે લાખ રૂપિયા) - 3જો ક્રમ
  • રૂ. 2,00,000/- (ફક્ત બે લાખ રૂપિયા) - ઉત્તર પૂર્વીય ક્ષેત્ર/હિમાલયન રાજ્યો માટે વિશેષ પુરસ્કાર.
  1. શ્રેષ્ઠ કૃત્રિમ બીજદાન ટેકનિશિયન શ્રેણી માટે યોગ્યતા પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન આપવામાં આવશે.
  2. ગૃહ મંત્રાલય દ્વારા વિકસિત ઓનલાઈન એપ્લિકેશન પોર્ટલ એટલે કે https://awards.gov.in દ્વારા 10.08.2026 થી 30.09.2026 દરમિયાન અરજીઓ મંગાવવામાં આવી હતી. કુલ 1583 અરજીઓ પ્રાપ્ત થઈ હતી.
  3. યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા બાદ, પશુપાલન વિભાગ આ દ્વારા દરેક શ્રેણીમાં રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર 2026 ના વિજેતાઓની નીચે મુજબ જાહેરાત કરે છે:

ક્રમ નં.

શ્રેણી

ક્રમ સાથે રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર 2026 ના વિજેતાઓના નામ

1.

સ્વદેશી ગાય/ભેંસની જાતિઓનો ઉછેર કરતા શ્રેષ્ઠ ડેરી ખેડૂત

બિન-ઉત્તર પૂર્વીય ક્ષેત્ર:


 

1. શ્રી મુરલીધરન નાયર, કોટ્ટાયમ, કેરળ,


 

2. શ્રી ઓડેદરા રાજશીભાઈ, પોરબંદર, ગુજરાત,


 

3. શ્રી મદન મોહન યાદવ, ગુરુગ્રામ, હરિયાણા.


 

ઉત્તર પૂર્વીય ક્ષેત્ર/હિમાલયન માટે વિશેષ પુરસ્કાર:


 

શ્રી સાગર સિંહ રાવત, ઉધમ સિંહ નગર, ઉત્તરાખંડ.

2.

શ્રેષ્ઠ ડેરી સહકારી મંડળી/દૂધ ઉત્પાદક કંપની/ડેરી ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન

બિન-ઉત્તર પૂર્વીય ક્ષેત્ર:


 

1. TND 93 થાચુર MPCS, કલ્લાકુરિચી, તમિલનાડુ,


 

2. ડિંકા મિલ્ક પ્રોડ્યુસર્સ કોઓપરેટિવ સોસાયટી લિ., માંડ્યા, કર્ણાટક.


 

3. એરુથેનપેથી ક્ષીરોલ્પાદક સહકરણ સંગમ, પલક્કડ, કેરળ.


 

ઉત્તર પૂર્વીય ક્ષેત્ર/હિમાલયન માટે વિશેષ પુરસ્કાર:


 

ધ ચક દેવિયા ડેરી કોઓપરેટિવ લિ., કઠુઆ, જમ્મુ અને કાશ્મીર.

3.

શ્રેષ્ઠ કૃત્રિમ બીજદાન ટેકનિશિયન

બિન-ઉત્તર પૂર્વીય ક્ષેત્ર:


 

1. શ્રી શુભંકર નંદી, હુગલી, પશ્ચિમ બંગાળ,


 

2. શ્રી રાજેશ કુમાર મહતો, ગિરિડીહ, ઝારખંડ,


 

3. શ્રી શેખ શફી, જિલ્લો શ્રી પોટ્ટી શ્રીરામુલુ નેલ્લોર, આંધ્ર પ્રદેશ.


 

ઉત્તર પૂર્વીય ક્ષેત્ર/હિમાલયન માટે વિશેષ પુરસ્કાર:


 

શ્રી સુદેશ કુમાર, ઉધમ સિંહ નગર, ઉત્તરાખંડ.

  1. આ પુરસ્કારો 26 નવેમ્બર 2026 ના રોજ બાપુ સભાગાર, મુરાદપુર, પટના, બિહાર ખાતે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી 2026 ના ભાગરૂપે માનનીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહ દ્વારા માનનીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી પ્રો. એસ. પી. સિંહ બઘેલની ગરિમામય ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવશે.

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2339340) મુલાકાતી સંખ્યા : 15
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Odia