પોસ્ટેડ ઓન:
20 NOV 2026 10:10AM by PIB Ahmedabad
ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, CGST ફરીદાબાદ કમિશનરેટે 16.11.2026 ના રોજ રામ ગઢ રોડ, રેવાડી, હરિયાણા સ્થિત એક પેઢીના પરિસરમાં તપાસ હાથ ધરી હતી, જેના પર હેલ્થ સિક્યોરિટીથી નેશનલ સિક્યોરિટી (HSNS) સેસ ભર્યા વિના પાન મસાલાનું ઉત્પાદન કરવાની શંકા હતી.
તપાસ દરમિયાન, ધનરાજ (Dhanraj): બ્રાન્ડ પાન મસાલાના ઉત્પાદન માટે વપરાતા ચાર વર્ટિકલ પાઉચ-પેકિંગ મશીનો સ્થાપિત થયેલા જોવા મળ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે પેઢીએ HSNS સેસ એક્ટ, 2025 હેઠળ ન તો નોંધણી કરાવી હતી અને ન તો એક્ટની જોગવાઈઓ હેઠળ જરૂરી મુજબ તેના પેકિંગ મશીનો જાહેર કર્યા હતા. HSNS સેસ 01.02.2026 થી અમલમાં આવ્યો છે, જે સ્થાપિત મશીનોની ક્ષમતાના આધારે પાન મસાલાના ઉત્પાદકો પર લગાવવામાં આવે છે. HSNS સેસ એક્ટ, 2025 મુજબ ગણતરી કરાયેલ ન ભરાયેલ/ચોરી કરેલ સેસની રકમ રૂપિયા 116.48 કરોડ છે.
પાન મસાલાના ઉત્પાદન માટેના મશીનો જાહેર કર્યા વિના ચલાવવું એ HSNS સેસ એક્ટ, 2025 ની જોગવાઈઓ હેઠળ ગુનો છે. તે મુજબ, ઉક્ત મશીનોની માલિકી ધરાવનાર અને ચલાવનાર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી અને અધિકારક્ષેત્ર ધરાવતી અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો અને તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
આગળની તપાસ ચાલુ છે.
SM/IJ/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com