શ્રમ અને રોજગાર મંત્રાલય
azadi ka amrit mahotsav

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ, રોજગાર અને ઉદ્યોગ મંત્રીઓનું બે દિવસીય ચિંતન શિબિર 21–22 નવેમ્બર 2026ના રોજ ગાંધીનગરમાં યોજાશે

પોસ્ટેડ ઓન: 19 NOV 2026 5:21PM by PIB Ahmedabad

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય (MoLE) દ્વારા 21–22 નવેમ્બર 2026 ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર, ગુજરાત ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ, રોજગાર અને ઉદ્યોગ મંત્રીઓનું બે દિવસીય ચિંતન શિબિર યોજવામાં આવી રહ્યું છે.

21 નવેમ્બર 2025 ના રોજ શ્રમ સંહિતાઓ અમલમાં આવ્યાને એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાનાર આ ચિંતન શિબિરની અધ્યક્ષતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા કરશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSME) રાજ્યમંત્રી સુશ્રી શોભા કરંદલાજે પણ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે, જેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ, રોજગાર અને ઉદ્યોગ મંત્રીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે. વી. વી. ગિરિ નેશનલ લેબર ઇન્સ્ટિટ્યૂટ (VVGNLI), નોઈડા અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU), ગાંધીનગર આ બે દિવસીય ચિંતન શિબિર માટે નોલેજ પાર્ટનર્સ છે.

દિવસ 1: 21 નવેમ્બર 2026

દિવસ 1 ની શરૂઆત MoLE ના સચિવ (L&E) ડૉ. ચંદ્ર ભૂષણ કુમારના સ્વાગત સંબોધન સાથે થશે, જેમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા પ્રારંભિક સંબોધન આપશે. ત્યારબાદ ચાર વિષયવસ્તુ આધારિત પૂર્ણ સત્રો યોજાશે જે નીચેના વિષયોને આવરી લેશે: શ્રમ સંહિતાઓ – અમલીકરણની સ્થિતિ અને આગળનો માર્ગ, રોજગાર પહેલો અને EPFO સુધારા, કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) સુધારા; અને અસંગઠિત કામદારો માટે સામાજિક સુરક્ષા અને શ્રમ આંકડા. શ્રમ સંહિતાઓના અમલીકરણની વ્યૂહરચના, MSME જોડાણ, ક્ષેત્ર-સ્તરની પહેલો અને વિશ્વાસ-આધારિત ઇલેક્ટ્રોનિક પાલન પર રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના ક્ષેત્રીય અધિકારીઓ માટે સમાંતર બ્રેકઅવે સત્રો પણ યોજાશે.

દિવસ 2: 22 નવેમ્બર 2026

દિવસ 2 ની શરૂઆત આંતરરાષ્ટ્રીય શ્રમ ગતિશીલતા માટે લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ સ્ટેક અને કેરિયર લાઉન્જ પરના સત્ર સાથે થશે, જે દરમિયાન ડૉ. મનસુખ માંડવિયા નેશનલ કેરિયર સર્વિસ (NCS) ONE પોર્ટલ, મોબાઇલ એપ, નવી NCS સુવિધાઓ (વૉઇસ બોટ, ચેટ બોટ અને ઓક્યુપેશનલ શોર્ટેજ ઇન્ડેક્સ), લાઇવલીહુડ પ્રોફાઇલ મોડ્યુલ અને નેશનલ ક્લાસિફિકેશન ઓફ ઓક્યુપેશન્સ (NCO) લોન્ચ કરશે. તેની સાથે જ, સમાંતર બ્રેકઅવે સત્રોમાં કેન્દ્ર અને રાજ્ય ફરિયાદ નિવારણ તંત્ર અને ડિસ્ટ્રિક્ટ એમ્પ્લોયમેન્ટ પ્રોફાઇલ માળખા પર વિચાર-વિમર્શ જોવા મળશે. આ સત્રો પછી બે દિવસીય કાર્યક્રમના તમામ બ્રેકઅવે સત્રોના પરિણામોની પૂર્ણ સમીક્ષા (plenary review) કરવામાં આવશે. સમાપન સત્રમાં સુશ્રી શોભા કરંદલાજે દ્વારા ચિંતન શિબિરનો સારાંશ રજૂ કરવામાં આવશે, અને ડૉ. મનસુખ માંડવિયાના સંબોધન સાથે કાર્યક્રમનું સમાપન થશે.

કેન્દ્રિત પૂર્ણ વિચાર-વિમર્શ, રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની શ્રેષ્ઠ પદ્ધતિઓના આદાન-પ્રદાન અને ક્ષેત્ર-સ્તરની ચર્ચાઓ દ્વારા, આ ચિંતન શિબિરનો ઉદ્દેશ્ય કેન્દ્ર–રાજ્ય સંકલનને મજબૂત બનાવવાનો, ડિજિટલ સેવા વિતરણમાં સુધારો કરવાનો અને સમગ્ર દેશમાં શ્રમ સુધારાઓ તથા સામાજિક સુરક્ષા પહેલોના અસરકારક અમલીકરણને વેગ આપવાનો છે.

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2338651) મુલાકાતી સંખ્યા : 19
આ રીલીઝ વાંચો: English , हिन्दी , Tamil