ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ખીણમાં લશ્કરના છેલ્લા જાણીતા સક્રિય સ્થાનિક આતંકવાદી લતીફ ભટને ઠાર મારવા બદલ JKP, સેના, CRPFના બહાદુર જવાનો અને ગુપ્તચર એજન્સીઓને અભિનંદન પાઠવ્યા
તેના એક આતંકવાદી સાથી ઉમર નિસારને પણ આગલા દિવસે કુલગામમાં ઠાર મારવામાં આવ્યો હતો
સમગ્ર ઓપરેશનમાં અત્યંત ઉચ્ચ સ્તરનો તાલમેલ જોવા મળ્યો હતો
રાષ્ટ્ર JKP, સેના અને CRPF ના બહાદુર જવાનો તથા ગુપ્તચર એજન્સીઓને સલામ કરે છે
પોસ્ટેડ ઓન:
18 NOV 2026 6:38PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે વહેલી સવારે કુલગામમાં હાથ ધરાયેલા એક ઓપરેશનમાં ખીણમાં લશ્કરના છેલ્લા જાણીતા સક્રિય સ્થાનિક આતંકવાદી લતીફ ભટને ઠાર મારવા બદલ જમ્મુ-કાશ્મીર પોલીસ (JKP), સેના, CRPF ના બહાદુર જવાનો અને ગુપ્તચર એજન્સીઓને અભિનંદન પાઠવ્યા છે.
X પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “JKP, ભારતીય સેના, CRPF અને ગુપ્તચર એજન્સીઓના સંકલિત પ્રયાસોથી, આજે વહેલી સવારે કુલગામમાં હાથ ધરાયેલા એક ઓપરેશનમાં ખીણમાં લશ્કરનો છેલ્લો જાણીતો સક્રિય સ્થાનિક આતંકવાદી લતીફ ભટ ઠાર મરાયો હતો. તેના એક આતંકવાદી સાથી ઉમર નિસારને પણ આગલા દિવસે કુલગામમાં ઠાર મારવામાં આવ્યો હતો. સમગ્ર ઓપરેશનમાં અત્યંત ઉચ્ચ સ્તરનો તાલમેલ જોવા મળ્યો હતો. રાષ્ટ્ર JKP, સેના અને CRPF ના બહાદુર જવાનો તથા ગુપ્તચર એજન્સીઓને સલામ કરે છે.”
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2338111)
મુલાકાતી સંખ્યા : 8