સંરક્ષણ મંત્રાલય
સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે બરાક પોઈન્ટ ડિફેન્સ મિસાઈલ સિસ્ટમના અપગ્રેડેશન અને ઓબ્સોલેસન્સ મેનેજમેન્ટ માટે ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ સાથે રૂ. 1,976.40 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા
પોસ્ટેડ ઓન:
18 NOV 2026 5:46PM by PIB Ahmedabad
સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળના જહાજો પર તૈનાત બરાક પોઈન્ટ ડિફેન્સ મિસાઈલ સિસ્ટમના અપગ્રેડેશન અને ઓબ્સોલેસન્સ મેનેજમેન્ટ માટે ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ સાથે રૂ. 1,976.40 કરોડના કુલ ખર્ચે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અન્ય મૂડી પ્રાપ્તિ પ્રક્રિયા હેઠળના આ કરાર પર 18 નવેમ્બર, 2026 ના રોજ નવી દિલ્હીમાં સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ સિસ્ટમનું અપગ્રેડેશન ભારતીય નૌકાદળના પ્લેટફોર્મ્સની ઉન્નત સુવિધાઓ અને સક્ષમ રેન્જની એન્ટી-એર ડિફેન્સ ક્ષમતા સુનિશ્ચિત કરશે. કરારના ભાગરૂપે, સિસ્ટમના હાર્ડવેર અને સોફ્ટવેરનું વ્યાપક અપગ્રેડેશન હાથ ધરવામાં આવશે.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2338051)
મુલાકાતી સંખ્યા : 9