પ્રધાનમંત્રીનું કાર્યાલય
પરિણામોની યાદી: પ્રધાનમંત્રીની મનિલા, ફિલિપાઈન્સની મુલાકાત (16–17 નવેમ્બર, 2026)
પોસ્ટેડ ઓન:
17 NOV 2026 7:22PM by PIB Ahmedabad
દસ્તાવેજો:
- આપત્તિ વ્યવસ્થાપનમાં સહયોગ પર આસિયાન-ભારત સંયુક્ત નિવેદન
- ઓનલાઈન કૌભાંડો અને સંબંધિત ગુનાઓ સામે સહયોગ મજબૂત કરવા પર પૂર્વ એશિયા શિખર સંમેલનના નેતાઓનું નિવેદન
- આપણા ભવિષ્યને સાથે મળીને દિશા આપવા પર પૂર્વ એશિયા શિખર સંમેલન ઘોષણા: સ્થિરતા અને નવીનીકરણ
જાહેરાતો:
1. 23મું ભારત - આસિયાન શિખર સંમેલન
- કનેક્ટિવિટી, વૈજ્ઞાનિક સંશોધન, આપત્તિ વ્યવસ્થાપન, કોસ્ટ ગાર્ડ સહયોગ, મેરીટાઇમ ડોમેન અવેરનેસ અને ખલાસીઓની સુરક્ષા વધારવા પર દીર્ઘકાલીન આસિયાન-ભારત દરિયાઈ સહયોગ યોજના;
- પ્રદેશમાં ક્ષમતા નિર્માણ માટે સંયુક્ત સાયબર ફોરેન્સિક્સ તાલીમ કાર્યક્રમ;
- આસિયાન-ભારત પરમાણુ ઊર્જા ટેકનિકલ આદાનપ્રદાન;
- આસિયાન-ભારત સ્પેસ હેકાથોન;
- ખાણકામ અને મહત્વપૂર્ણ ખનિજો (critical minerals) પર આસિયાન-ભારત સહયોગ;
- યુવા શિખર સંમેલન, યુવા સંસદસભ્યોની પરસ્પર મુલાકાતો અને સ્ટાર્ટ-અપ હેકાથોન દ્વારા આસિયાન-ભારત યુથ કનેક્ટ;
- નાલંદા યુનિવર્સિટી ખાતે આસિયાન દેશો માટે શિષ્યવૃત્તિમાં વધારો;
- WAVES 2027 ખાતે આસિયાન-ભારત ક્રિએટિવ પાર્ટનરશિપ પેવેલિયન; અને
- આસિયાન દેશોના પ્રવાસીઓ માટે મફત ઈ-વિઝા.
2. 21મું પૂર્વ એશિયા શિખર સંમેલન
- સંયુક્ત તાલીમ અને કટોકટી પ્રતિસાદમાં સહયોગ માટે ખલાસીઓની સલામતી પહેલ (Seafarers’ Safety Initiative).
- ઓનલાઈન ફ્રોડ અને સાયબર ક્રાઈમ જેવા સરહદ પારના અપરાધોના નવા યુગના જોખમોને પહોંચી વળવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે EAS સાયબર ક્રાઈમ કોન્ફરન્સ.
- લોથલ ખાતે EAS મેરીટાઇમ હેરિટેજ ફેસ્ટિવલ.
- EAS દેશો સાથે વધુ શૈક્ષણિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે નાલંદા ખાતે EAS યુનિવર્સિટી કોન્ક્લેવ.
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2337649)
મુલાકાતી સંખ્યા : 16