પોસ્ટેડ ઓન:
17 NOV 2026 2:10PM by PIB Ahmedabad
માનનીય રાજ્યસભાના સભાપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણને આજે સંસદ ભવનમાં મધ્ય પ્રદેશ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા પુનઃચૂંટાયેલા સભ્ય શ્રી હરદીપ સિંહ પુરીને શપથ લેવડાવ્યા હતા. શ્રી હરદીપ સિંહ પુરીએ અંગ્રેજીમાં શપથ લીધા હતા.
શપથ ગ્રહણ સમારોહ દરમિયાન લોકસભાના સભ્યો, યુવા બાબતો અને રમતગમત મંત્રી તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા; પંચાયતી રાજ મંત્રી તથા મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી રાજીવ રંજન સિંહ; અને કાયદા અને ન્યાય મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તથા સંસદીય બાબતોના મંત્રાલયના રાજ્ય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યસભાના મહાસચિવ શ્રી પી. સી. મોદી અને સચિવાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.



SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com