યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

'નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત અભિયાન' ના 9મા સપ્તાહ દરમિયાન 'માય ભારત' દ્વારા સ્પોર્ટ્સ મીટ્સ અને નેબરહુડ યુથ પાર્લામેન્ટ્સના માધ્યમથી 81,600 થી વધુ યુવાનો અને નાગરિકોને એકત્રિત કરવામાં આવ્યા


36 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 429 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પાયાના સ્તરની રમતગમત સ્પર્ધાઓને નશાયુક્ત પદાર્થના દુરુપયોગ પર રચનાત્મક ચર્ચાઓ સાથે જોડવામાં આવી

પોસ્ટેડ ઓન: 16 NOV 2026 5:06PM by PIB Ahmedabad

યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા, 'મેરા યુવા ભારત'ના માધ્યમથી, 'નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત અભિયાન' અંતર્ગત 100 વીક્સ કેમ્પેઈનના 9મા સપ્તાહ દરમિયાન 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ક્લસ્ટર ઓફ બ્લોક-લેવલ સ્પોર્ટ્સ મીટ્સ અને નેબરહુડ યુથ પાર્લામેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત સ્પર્ધાઓએ શારીરિક તંદુરસ્તી, શિસ્ત અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપ્યું હતું, જ્યારે નેબરહુડ યુથ પાર્લામેન્ટ્સે નશાયુક્ત પદાર્થના દુરુપયોગ અને વ્યસન અટકાવવાના ઉપાયો પર રચનાત્મક ચર્ચાઓમાં યુવાનોને સામેલ કર્યા હતા. 15.11.2026ના અસ્થાયી અહેવાલ મુજબ, આ પહેલોએ ડ્રગ-મુક્ત ભારત તરફ 1,039 પ્રવૃત્તિઓ ધરાવતા 429 કાર્યક્રમો દ્વારા 81,622 યુવાનો અને નાગરિકોને એકત્રિત કર્યા હતા.

ક્લસ્ટર ઓફ બ્લોક-લેવલ સ્પોર્ટ્સ મીટ્સનું આયોજન 13.11.2026થી 15.11.2026 દરમિયાન કરવામાં આવ્યું હતું, જેણે બહુવિધ બ્લોક્સ અને ગામોના યુવાનોને રમતગમત સ્પર્ધાઓ માટે એકસાથે લાવ્યા હતા. આ પહેલે પાયાના સ્તરના યુવાનોને શારીરિક તંદુરસ્તી, ટીમવર્ક, શિસ્ત અને સ્વસ્થ સ્પર્ધાને પ્રોત્સાહન આપતી વખતે તેમની રમતગમતની ક્ષમતાઓ પ્રદર્શિત કરવા માટે એક મંચ પૂરું પાડ્યું હતું. કુલ 370 રમતગમત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 851 પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે અને તેમાં 75,220 યુવાનો અને નાગરિકોએ ભાગ લીધો હતો.

રમતગમતની ઇવેન્ટ્સને પૂરક બનાવતા, 14.11.2026ના રોજ બ્લોક સ્તરે 59 નેબરહુડ યુથ પાર્લામેન્ટ (એનવાયપી) કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 188 પ્રવૃત્તિઓમાં 6,402 યુવાનોએ ભાગ લીધો હતો. આ સત્રોએ અભિયાનની પહોંચને પડોશ અને પાયાના સમુદાયો સુધી વિસ્તારી, જેણે યુવાનોને પદાર્થ દુરુપયોગ દ્વારા ઊભા થતા પડકારોને સમજવા અને નશા મુક્ત ભારતમાં યોગદાન આપવાના માર્ગોની ચર્ચા કરવા માટે એક રચનાત્મક મંચ પૂરો પાડ્યો.

દરેક નેબરહુડ યુથ પાર્લામેન્ટમાં ચાર સંરચિત સત્રો દર્શાવવામાં આવ્યા હતા જેમાં માય ભારત પોર્ટલનો પરિચય; નશાયુક્ત પદાર્થનો દુરુપયોગ સમજવો: ભારતના યુવાનો સમક્ષના પડકારો; જાગૃતિથી કાર્યવાહી તરફ: નશા મુક્ત યુવા માટેના સાધનો; અને પરિવર્તનની કહાનીઓ: નશા મુક્ત ભારત તરફની યાત્રા પર ઓડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિનો સમાવેશ થાય છે. આ સત્રો નશાયુક્ત પદાર્થના દુરુપયોગ વિશે જાગૃતિ લાવવા અને યુવાનોને જાગૃતિને કાર્યવાહીમાં પરિવર્તિત કરવા પ્રોત્સાહિત કરવા પર કેન્દ્રિત હતા. અગ્રણી ઉદાહરણોમાં તમિલનાડુના ધર્મપુરી જિલ્લાના નલ્લામપલ્લી બ્લોક અને તેલંગાણાના નાગરકુરનુલ જિલ્લાના રંગારેડ્ડી અને કોલ્લાપુર બ્લોકના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

આ સપ્તાહની પ્રવૃત્તિઓને બ્રહ્માકુમારીઝ, હાર્ટફુલનેસ, પ્રોજેક્ટ પોઈન્ટ, એસોચેમ અને ફિક્કી સહિતના ભાગીદાર સંંગઠનોનું સમર્થન પણ પ્રાપ્ત થયું હતું. હાર્ટફુલનેસ દ્વારા બેંગલુરુ, મૈસૂર અને ચેન્નઈમાં વોકથોન સહિતની આઉટરીચ પહેલોને સમર્થન આપવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ પોઈન્ટે ઓડિશાના ખોરધા જિલ્લાના બેગુનિયા બ્લોકમાં પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2337089) મુલાકાતી સંખ્યા : 10
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Kannada