પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સંસદ ભવન સંકુલમાં ભગવાન બિરસા મુંડાને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પોસ્ટેડ ઓન: 15 NOV 2026 6:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદ ભવન સંકુલમાં ભગવાન બિરસા મુંડાને તેમની જન્મજયંતીના અવસર પર ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

શ્રી મોદીએ નોંધ્યું હતું કે તેમનું અદમ્ય સાહસ, સંઘર્ષ અને માતૃભૂમિ પ્રત્યેની સમર્પણની ભાવના દરેક પેઢીને પ્રેરણા આપતી રહેશે.

પ્રધાનમંત્રીએ એક્સ (X) પર શેર કર્યું:

"ભગવાન બિરસા મુંડાજીની જયંતીના અવસર પર સંસદ ભવન સંકુલમાં તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમનું અદમ્ય સાહસ, સંઘર્ષ અને માતૃભૂમિ પ્રત્યેની સમર્પણ ભાવના દરેક પેઢીને પ્રેરણા આપતી રહેશે."

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2336612) મુલાકાતી સંખ્યા : 10