પોસ્ટેડ ઓન:
15 NOV 2026 3:52PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છઠ મહાપર્વના સંધ્યા અર્ઘ્ય નિમિત્તે દેશભરના તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ શુભેચ્છા પાઠવી હતી કે પ્રકૃતિ-પૂજનને સમર્પિત આ પવિત્ર અવસર દરેકના જીવનમાં નવી ચેતના અને સ્ફૂર્તિ લાવે, સાથે જ સમાજમાં સદ્ભાવ અને સમરસતાને વધુ ગાઢ બનાવે. સૂર્યદેવની કૃપાથી સૌનું જીવન આલોકિત થાય તેવી પ્રાર્થના કરતા તેમણે છઠી મૈયાનો જયજયકાર કર્યો હતો.
પ્રધાનમંત્રીએ એક્સ (X) પર શેર કર્યું:
"સૌ દેશવાસીઓને મહાપર્વ છઠના સંધ્યા અર્ઘ્યની અનેકાનેક શુભકામનાઓ. પ્રકૃતિ-પૂજનને સમર્પિત આ પાવન અવસર દરેક માટે નવી ચેતના અને સ્ફૂર્તિ લઈને આવે, સાથે જ સમાજમાં સદ્ભાવ અને સમરસતાને વધુ પ્રગાઢ બનાવે. સૂર્યદેવની કૃપાથી સૌનું જીવન આલોકિત થાય. જય છઠી મૈયા!"
SM/NP/JD