યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

NSS દ્વારા યુવાનોને નશા વિરુદ્ધ જાગૃત કરવા દેશભરમાં બ્લોક-સ્તરની રમતગમત સ્પર્ધાઓનું આયોજન


'નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત' અભિયાનના 9મા અઠવાડિયામાં 130થી વધુ સંસ્થાઓમાં 87,000થી વધુ યુવાનો અને સમુદાયના સભ્યોની સહભાગિતા જોવા મળી

પોસ્ટેડ ઓન: 14 NOV 2026 5:47PM by PIB Ahmedabad

યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે, માય ભારત-નેશનલ સર્વિસ સ્કીમ (NSS) ડિરેક્ટોરેટના માધ્યમથી, 'નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન'ના 9મા અઠવાડિયા અંતર્ગત દેશભરમાં ક્લસ્ટર ઓફ બ્લોક-લેવલ સ્પોર્ટ્સ મીટ્સનું આયોજન કર્યું હતું. અભિયાનના ત્રીજા મહિના અંતર્ગત 'મજબૂત સમુદાયો, સ્વસ્થ યુવા' થીમ પર યોજાયેલી આ પહેલે રમતગમત દ્વારા શિસ્ત, ટીમવર્ક અને નશા મુક્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે પાડોશી ગામો, બ્લોકો અને કોલેજોમાંથી હજારો વિદ્યાર્થી સ્વયંસેવકો, સ્થાનિક યુવા ક્લબ અને સમુદાયના સભ્યોને એકસાથે લાવ્યા હતા. દેશભરમાં કુલ 992 પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 87,481 વિદ્યાર્થી સ્વયંસેવકો, સ્થાનિક યુવા ક્લબના સભ્યો અને સમુદાયના પ્રેક્ષકોએ ભાગ લીધો હતો.

નશા મુક્ત ભારત અભિયાન હેઠળ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 02.08.2026 ના રોજ શરૂ કરાયેલા, 'નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત' અભિયાનનો ઉદ્દેશ્ય યુવાનોને ડ્રગ્સ, આલ્કોહોલ, તમાકુ અને અન્ય નશીલા પદાર્થોથી દૂર રહેવા પ્રોત્સાહિત કરીને ડ્રગ-મુક્ત અને સ્વસ્થ સમાજને પ્રોત્સાહન આપવાનો છે.

WhatsApp Image 2026-11-14 at 6.06.44 AM.jpeg

બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગુવાહાટી, જયપુર, લખનૌ અને તિરુવનંતપુર - એમ 10 પ્રાદેશિક નિર્દેશાલયો હેઠળની 130 થી વધુ સંસ્થાઓના ક્ષેત્રીય અહેવાલોમાં 100 મીટર અને 400 મીટર દોડ, મેરેથોન, કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, ફૂટબોલ અને બાસ્કેટબોલ જેવી રમતગમતની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. રસાકસી (ટગ ઓફ વોર), રૂમાલ ઝપટ અને લીંબુ ચમચી દોડ જેવી પરંપરાગત રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. લક્ષદ્વીપમાં, સહભાગીઓએ પ્રાદેશિક નિર્દેશાલય તિરુવનંતપુર હેઠળ આયોજિત પરંપરાગત આઈલેન્ડ ગેમ્સમાં ભાગ લીધો હતો.

WhatsApp Image 2026-11-14 at 6.06.51 AM.jpeg

આ અભિયાનમાં લિંગ સમાનતા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં 42,190 મહિલા સહભાગીઓએ રમતગમતની ઇવેન્ટ્સ અને જાગૃતિ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. અભિયાનના સંદેશને વધુ દૃઢ કરવા માટે રમતગમતની ઇવેન્ટ્સને નશા વિરોધી જાગૃતિ પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવી હતી. દરેક સ્પર્ધાની શરૂઆત સામૂહિક 'નશા મુક્ત સંકલ્પ' સાથે થઈ હતી, જેમાં ખેલાડીઓ, રેફરીઓ, કોચ અને પ્રેક્ષકોએ ખેલદિલી જાળવી રાખવા અને નશા મુક્ત જીવનશૈલી અપનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

WhatsApp Image 2026-11-14 at 6.06.45 AM.jpeg

ભોપાલ, પંજાબ, રાજસ્થાન અને દિલ્હીના મુખ્ય ક્લસ્ટરો પર સ્વાસ્થ્ય જાગૃતિ કિયોસ્ક્સ  (Kiosks) સ્થાપિત કરવામાં આવ્યા હતા. આ કિયોસ્ક્સ દ્વારા માનસિક સ્વાસ્થ્ય અંગેની માહિતી, શિક્ષણ અને સંચાર (IEC) સામગ્રી પ્રસારિત કરવામાં આવી હતી અને રાષ્ટ્રીય વ્યસન મુક્તિ હેલ્પલાઇન (14446) વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. પદાર્થોના દુરુપયોગ, પીઅર પ્રેશર (સાથીદારોનું દબાણ) અને પુનઃપ્રાપ્તિના માર્ગો વિશે જાગૃતિ લાવવા માટે નુક્કડ નાટકો, નશા વિરોધી રેલીઓ અને સૂત્રલેખન સ્પર્ધાઓ દ્વારા આ કાર્યક્રમને વધુ સઘન બનાવવામાં આવ્યો હતો.

સ્થાનિક વહીવટીતંત્ર અને નિષ્ણાતોએ પણ આ પહેલને સમર્થન આપ્યું હતું. બઠિંડા, કાસરગોડ અને કોઈમ્બતુરના વરિષ્ઠ પોલીસ અને નાર્કોટિક્સ સેલના અધિકારીઓ, મનોચિકિત્સકો, વ્યસન મુક્તિ નિષ્ણાતો અને પંચાયતના સરપંચો સહિતના સ્થાનિક નાગરિક પ્રતિનિધિઓએ પણ આ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2336263) મુલાકાતી સંખ્યા : 29
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Tamil , Telugu